જામનગરમાં ઈન્દ્રદીપ સોસાયટી મહીલા કોલેજ વાળી શેરી ગીરીરાજ એપાર્ટમેન્ટના પાર્કીંગમા જુગાર રમતી મહિલાઓને પોલીસે પકડી પાડી છે. રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી તમામ મહિલાઓને નોટીશ આપી પોલીસે મુક્ત કરી હતી. પોલીસે તમામના કબ્જામાંથી અગ્યાર હજાર રૂપિયા મેળવી જુગાર ધારા હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.

જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં આવેલ ઇન્દ્રદીપ સોસાયટીમાં ગીરીરાજ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં અમુક મહિલાઓ જુગાર રમતી હોવાની પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જેમાં જાહેરમાં ગોળ કુંડાળુ વળી બેસી ગંજી પાનાના પાના વડે તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી પૈસાના દાગ લગાડી પૈસાની હારજીત કરી રહેલ ભાવનાબેન ભવ્યેશભાઈ હરકીશનભાઈ વારીયા વાણીયા રહે ગીરીરાજ એપાર્ટમેન્ટ બ્લોક નં ૦૧ ભવન્સ સ્કુલ પાસે જામનગર, સવીતાબેન માલદેભાઈ ભીમાભાઈ નંદાણીયા આહીર રહે ગોકુળનગર મુરલીધર સોસાયટી શેરી નં ૦૬ જામનગર વાળા પકડાઈ ગયા હતા આ બહેનોની સાથે જુગાર રમતા અન્ય મહિલાઓને પણ પોલીસે પકડી પાડ્યા હતા.

જેમાં ગીતાબેન ઉર્ફે સોનલબેન હીતેન્દ્રભાઈ બળદેવભાઈ કુંદન બ્રાહ્મણ રહે શરુ સેકશન રોડ અંબીકા ડેરી વાળી શેરીમા, શોભનાબેન માલ્દેભાઈ વરવાભાઈ ચાવડા આહીર રહે સોહમનગર શેરી નં ૦૨ જકાતનાકા પાસે જામનગર, રીટાબેન કૈલાશચંદ્ર ગોવીંદરામ લાલા લોહાણા રહે રામેશ્વરનગર વિનાયકપાર્ક શેરી નં ૦૫ જામનગર, રેખાબેન ચુનીભાઈ રામજીભાઈ ગોરેચા રહે ગ્રીનસીટી પૂજા એપાર્ટમેન્ટ ૨૦૪ જામનગર, શીતલબેન રમેશભાઈ બાબુભાઈ ગઢવી રહે પટેલ કોલોની શેરી નં ૬/૫ જામનગર વાળીઓને આંતરી લઇ પોલીસે તમામના કબજામાંથી ૧૧૩૦૦ રૂપિયાની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.