જામનગર : સતત પાંચમા દિવસે વધુ 700 ઉપરાંત કોરોનાગ્રસ્ત દર્દીઓ,83 દર્દીઓના મૃત્યું

0
785

જામનગર : જામનગર જિલ્લામાં કોરોના નું સંક્રમણ કાબુ બહાર વહ્યું ગયું છે, અને છેલ્લા એક સપ્તાહ થી કોરોના નું ભયાનક રૂપ જોવા મળ્યા પછી ગઇકાલે કોરોના ના મૃત્યુ મામલે થોડી રાહત જોવા મળી હતી. અને કોરોના ના દર્દીઓ ના મૃત્યુનો આંકડો ઘટી ને ૬૬ નો થયો. જોકે આજે તેમાં થોડો વધારો થયો છે, અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૮૩ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. આ ઉપરાંત કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૭૦૦ થી ઉપર રહ્યો છે. જામનગર શહેરના ૩૯૮ પોઝિટિવ કેસ નોંધાયા છે, ઉપરાંત જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો આંકડો ૩૦૦ થી ઉપર રહ્યો છે. અને ૩૦૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી સમગ્ર જિલ્લામાં કોરોના નો વિસ્ફોટ યથાવત જોવા મળી રહ્યો છે, જેથી લોકોએ અત્યંત સાવચેત રહેવું જરૂરી છે. જોકે શહેરના ૩૨૯ અને ગ્રામ્યના ૦૫૬ સહિત ૩૮૫ દર્દીઓને જી.જી. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ ના મામલે ભયાનક સ્થિતિ હતી, અને કોરોનાની સારવાર દરમિયાન દર ૧૫ મિનિટે ૧ વ્યક્તિ કોરોના ની સારવાર માં મૃત્યુ પામી રહયા હતાં જેમા ગઇકાલે થોડી બ્રેક લાગી હતી.જેમાં આજે નજીવો વધારો થયો છે.
જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગ ની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, અને સમગ્ર જિલ્લાભરમાં ૫.૮૭ લાખથી વધુ કોરોના ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યા છે.
જામનગર જિલ્લામાં ગઇકાલે સાંજ થી આજે સાંજ સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં ૮૩ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક ૨,૯૦૧ નો થયો છે.
સાથોસાથ કોરોના ના કેસો માં પણ જબરો ઉછાળો આવ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૩૯૮
પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧૫,૭૮૯ નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૩૦૯ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો ૮,૦૭૫ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૨૪,૦૦૦થી વધુ નો થયો છે કુલ ૨૪,૦૮૨ લોકો કોરોના સંક્રમિત થયા છે. સાથોસાથ મૃત્યુનો દર પણ ખૂબ જ વધી ગયો છે અને અત્યાર સુધીમાં કોરોના ના કારણે ૨,૯૦૧ થી વધુ દર્દીઓ કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે.
ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૩૨૯ અને ગ્રામ્યના ૦૫૬ મળી ૩૮૫ દર્દીઓને રજા આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here