જામનગર શહેરમાં જળ બમ્બાકાર સમી સ્થિતિ નિર્માણ પાણી છે. ચાર ઇંચ વરસાદ બાદ દશથી બાર વાગ્યાના સમયમાં ખબકેલા પાંચ ઇંચ વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
જેમાં જિલ્લા પંચાયતમાં પાણી ઘુસ્યા તો બેડી ગેઇટ, ટાઉન હોલ, તીન બતી માર્ગમાં પાણી ભરાતા અડધા કલાક માટે માર્ગ બંધ કરાયો હતો. ટાઉન હોલ ફરતેના માર્ગ પટ ગોઠણ સમાં પાણી ભરાયા તો લાખોટા તળાવની પાળ અંદર ઘસી પડી હતી.
જયારે સત્યનારાયણ મંદિર પાસે દીવાલ ધરસાઈ થતા માર્ગ બંધ થયો હતો. તેમજ સ્વસ્તિક સોસાયટીમાં સાંસદના બંગલા સામે માર્ગ પર પાણી ભરાયા હતા.
જામનગર શહેર બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા ચો તરફ પાણી પાણી થઈ ગયું છે. નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે.
તળાવની પાળનો એક ભાગ ધરાસાઇ થઈ અંદર પડી ગયો છે. સત્યનારણ મંદિર પાછળની દીવાલ ધરસાઈ થઈ છે. તો અનેક વિસ્તારોમાં ધસમસતા પાણીમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા અહીં પ્રસ્તુત છે તસવીરી ઝલક..