જામનગર: દરગાહે સલામ ભરવા જતા પિતા-પુત્ર-માતાને નડ્યો અક્સ્માત

0
1041

જામનગર નજીક ઠેબા ચોકડી અને ખીજડીયા બાયપાસ વચ્ચે આવેલા બ્રિજ નીચે પુર ઝડપે દોડતી એક કારે બાઈકને ઠોકર મારી અકસ્માત નીપજાવ્યો હતો. આ અકસ્માતમાં  તિપલ બાઇક સવાર પિતા-પુત્ર અને તેની માતાને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં રહેતો પરિવાર ઠેબા ચોકડી પાસે આવેલ જખમી પીર બાપુની દરગાહે સલામ ભરવા જતો હતો ત્યારે અકસ્માતનો ભોગ બની ગયો હતો. અકસ્માત નીપજાવી કારચાલક નાસી ગયો હતો. બે દિવસ પૂર્વે થયેલા અકસ્માત અંગે પંચકોષી એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી કારચાલકની શોધખોળ હાથ ધરી છે.

જામનગરમાં બેળેશ્વર ખાતે કાપડ મિલની ચાલી નજીક તન્ના ઓઇલ મીલ પાસે રહેતા હનીફશા બાપુ સાહમદાર નામના 45 વર્ષીય આધેડ તારીખ 16 મીના રોજ સાંજના પાંચ વાગ્યાના સુમારે તેમના માતા હમિદાબેન બાપુ ઉવ 70 અને પુત્ર સાહિલ ઉંમર વર્ષ 12 વાળાને પોતાના મોટરસાયકલ પાછળ બેસાડી ઠેબા ચોકડી પાસે આવેલ જખમી બાપુની દરગાહે સલામ ભરવા માટે લઈ જતા હતા. અત્યારે ઠેબા ચોકડી થી આગળ બ્રિજ નીચેથી રોડ ક્રોસ કરતી વેળાએ પાછળથી પૂર ઝડપે આવેલા એક કારના ચાલકે પોતાની કારથી મોટરસાયકલને પાછળથી જોરદાર ઠોકર મારી અકસ્માત નીપજાવ્યો હતો.  આ અકસ્માતમાં મોટર સાયકલમાંથી નીચે પડી ગયેલા હનીફશા શાહમદારને શરીરે તથા જમણા હાથમાં તેમજ તેમના માતાને શરીરે તથા ડાબા ખંભા અને માથાના ભાગે તથા તેના પુત્રને શરીરે તથા ડાબા પગના ઘૂંટણ નીચેના ભાગે ઇજા પહોંચી હતી.

આ બનાવના પગલે હાપા ગામ પાસે રહેતા મહેશભાઈએ 108 ને બોલાવી હતી. જ્યારે અકસ્માતની જાણ થતા હનીફભાઈના નાનાભાઈ અને તેમના પત્ની પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ 108 માં ત્રણેય ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પંચકોષી એ ડિવિઝન પોલીસે નાસી ગયેલા કાર ચાલક સામે ફરિયાદ નોંધી શોધખોળ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here