જામનગર: કળિયુગના પિતાએ માસુમ પુત્રી પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી

0
1146

જામનગરમાં નરાધમ પિતાએ માસુમ પુત્રને પોતાના હવસનો શિકાર બનાવી અનેક વખત બળાત્કાર ગુજારી પુત્રીને ગર્ભવતી બનાવી દેતા સનસનાટી મચી ગઇ છે. આ બનાવ સામે આવતા શહેરભરમાં નરાધમ પિતા પ્રત્યે શહેરીજનોએ ફિટકારની લાગણી વરસાવી છે.  તો બીજી તરફ પોલીસે નરોત્તમ પિતાની ધરપકડ કરી માસુમ બાળકીનું મેડિકલ પરીક્ષણ હાથ ધર્યું છે.સમાજમાં લોહીના સંબંધ ધરાવતી નરાધમ વ્યક્તિઓએ પોતાના જ લોહીને અનેક વખત આભળ્યુ હોવાના અનેક બનાવો સામે આવ્યાં છે. છોટી કાશી તરીકે ઓળખાતું જામનગર પણ ભૂતકાળમાં આવા જ અસામાજિક કિસ્સાઓની ગવાહી પૂરી રહ્યું છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે.


શહેરના સીટી બી ડિવિઝન વિસ્તારમાં આવતા બેડેશ્વર વિસ્તારમાંથી આ બનાવ સામે આવ્યો છે. જેમાં નરાધમ પિતાએ પોતાની વાસના સંતોષવા માટે પોતાની જ માસુમ પુત્રીને શિકાર બનાવી છે. અનેક વખત પાપાચાર આચરીને પિતાએ માસુમ પુત્રીને ગર્ભવતી બનાવી દીધી હતી. પરિવારમાંથી આ બનાવ સમાજમાં આવ્યો હતો અને સમાજમાંથી આ બનાવ પોલીસ દફતર સુધી પહોંચ્યો છે. જેને લઈને સીટી બી ડિવિઝન પોલીસ દફતરનો સ્ટાફ તાત્કાલિક હરકતમાં આવ્યો હતો અને માસુમ બાળકીનો કબજો સંભાળ્યો હતો. તો નરાધમ પિતાની પણ ધરપકડ કરી લીધી છે. પોલીસે નરાધમ પિતા સામે બળાત્કાર તેમજ પોકસો એક્ટ મુજબ ફરિયાદ નોંઘી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે.

બીજી તરફ માસુમ બાળકીનું મેડિકલ પરીક્ષણ કરાવવા તજવીજ હાથ ધરી છે.ડીએસપી જયવીરસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર બાળકીના મેડિકલ પરીક્ષણ બાદ કેટલા માસનો ગર્ભ છે તે સ્પષ્ટ થશે હાલ આરોપી પિતાની ધરપકડ કરી લેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here