જામનગર : જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં શનિવારની રાત્રી દરમિયાન ઘટેલી મહત્વની ઘટનાઓ પર અહી ન્યુજ અપડેટ આપવામાં આવી છે. જેમાં હવામાન-વરસાદ, આરોગ્ય અને ગુનાખોરી પર ફર્તાફ નજર કરી લઈએ…..
શનીવારે દિવસ દરમિયાન હાલારના બંને જિલ્લાઓમાં ઝાપટાથી અઢી ઇંચ વરસાદના સતાવાર અહેવાલ બાદ સાંજના છ વાગ્યા થી સવાર સુધીના છ વાગ્યાના ગાળા દરમિયાન રાત્રે છ તાલુકામાં ઝાપટા પડ્યા હતા. જેમાં જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકા મથકે નવ મીમી , અને જામનગરમાં ચાર મીમી વરસાદ નોંધાયો છે. જયારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકા મથકે ચાર મીમી અને ખંભાલીયામાં છ મીમી તેમજ દ્વારકામાં બે મીમી અને ભાણવડમાં નવ મીમી વરસાદ પડ્યો હતો.
વૈશ્વિક બની ગયેલ કોરોના બીમારી અટકવાનું નામ લેતી નથી. શનીવારનો દિવસ ફરી અશુભ સાબિત થયો હતો. ગઈ કાલે ૨૦ દર્દીઓ નોંધાયા હતા અને એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. જયારે શનિવાર રાતથી રવિવાર સુધીની સવાર સુધીમાં વધુ છ દર્દીઓ પોજીટીવ જાહેર થયા છે. જેમાં બે મહીલોનો સમાવેશ થાય છે. જેમ જેમ દર્દીઓની સંખ્યામાં વધારો થતો જાય છે તેમ તેમ નાગરિકોની સાથે જીલ્લા પ્રસાસનની ચિંતા બેવડાઈ રહી છે.
હવામાન ખાતાએ કરેલ આગાહી મુજબ આજે પણ હાલારમાં મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે. છેલ્લા ઘણા દિવસોથી હાલારમાં દરરોજ કોઈ ને કોઈ તાલુંકામાં વરસાદ નોંધાઈ રહ્યો છે. કુદરત મહેરબાન થતા આ વર્ષે હાલ સુધી ખરીફ પાકનું ચિત્ર ઉજળું બન્યું છે.
શ્રાવણ મહિનો બેસી જતા જ હાલારમાં જુગારની મોષમ ખુલી ગઈ હોય તેમ દરરોજ અનેક સખ્સો જુગાર રમતા પકડાય છે. ત્યારે બંને જીલ્લામાં જુદા જુદા ૧૧ દરોડામાં ૬૪ સખ્સો પોલીસની નજરે ચડી ગયા હતા.
જામજોધપુર પોલીસે મોડી રાત્રે બોલેરો મેક્સીને આંતરી લઇ તલાસી લેતા, અંદરથી ચાર મુક પશુઓ ખીચોખીચ બાંધેલા મળી આવ્યા હતા. પોલીસે ઉપલેટાના હનીફ શેખ અને અહેમદ શેખ નામના સખ્સોની સામે ફરીયાદ નોંધી ધરપકડ કરી હતી. કતલખાને કપાઈ તે પૂર્વે પોલીસે મહત્વની કામગીરી કરી હતી.