જામનગર: આજે શ્રાવણી મેળાના ૩૩ પ્લોટ ધારકોના વીજ કનેક્શન કાપી લેવાયા

0
5240

જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં શરુ થયેલ લોકમેળો મનોરંજ મેળો નહિ રહેતા અનેક ઉપમાં પામ્યો છે. પ્લોટ ફાળવણીના વિવાદથી અત્યાર સુધીમાં અનેક વિવાદનું ઘર બની ગયો છે. પ્લોટ ધારકો દ્વારા વીજ ચોરી અને મેળો મ્હાલવા આવતા નાગરિકો પાસેથી નિયત કરેલ ભાવ કરતા અનેક ગણા ભાવની વસુલાત થઇ રહી છે. વીજ ચોરીની તપાસમાં તો નવું કૌભાંડ સામે આવ્યું છે, ૫૮ પ્લોટ ધારકોને નિશ્ચિત સોંપવામાં આવેલ જગ્યા કરતા વધુ જગ્યાનો ઉપયોગ કરાતો હોવાનું સામે આવતા ૩૩ પ્લોટ ધારકના વીજજોડાણો આજે કાપી નાખવામાં આવ્યા અને સાડા તેર લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ તમામ ઘપલાઓ વચ્ચે નિર્દોષ નાગરીકો તો લુંટાઈ જ રહ્યા છે,

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત મેળાની અવધી ૨૫ દિવસની કરી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં પ્રદર્શન ગ્રાઊંડના મેળામાં અનેક વ્યવાસાયીકોએ હોંશે હોશે ભાગ લીધો, ૫૮ પ્લોટ માટે ૧૮૪ ટેન્ડર આવ્યા જેમાં મહાનગરપાલિકાને ત્રણ કરોડ બે લાખની આવક થઇ, ટેન્ડર પ્રક્રિયાથી જ આ મેળો વિવાદનું ઘર બની ગયો, જેને ટેન્ડર ન લાગ્યા તે વ્યવસાયિકોએ ટેન્ડર ખુલ્યાના દિવસે ઉગ્રતા બતાવી તંત્ર દ્વારા અમુક વ્યસયીકો પ્રત્યે કુણું વલણ રાખી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા હતા. ત્યારબાદ મેલાના ઉદ્ઘાટનનો દિવસ નિશ્ચિત કરી દેવાયા બાદ વહીવટી તંત્રની મંજુરીને લઈને મેળો પાછો ધકેલાયો હતો. મેળાની મંજુરી મળી ગયા બાદ અને દબદબાભેર ઉદ્ઘઘાટન થયા બાદ વીજ કનેક્શન અને વીજ ચોરીને લઈને વિવાદ થયો હતો. કારણ કે ૫૮ પ્લોટ ધારકો પૈકી માત્ર ૧૧ પ્લોટ ધારકોએ વીજ કચેરી પાસેથી વીજ જોડાણ લીધું હતું અન્ય પ્લોટ ધારકો એકબીજાના સહારે ચાલતા હોવાનું અને વીજ ચોરી કરતા હોવાની રાળ ઉધવા પામી હતી. આ વિવાદ શાંત પડ્યો ત્યાં મેળા અંદર લારી, રેકડી અને ગલ્લા વાળાઓ વિના પરમીશનથી ઘુસી ગયા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. આ ફરિયાદ બાદ તંત્રએ મેળામાં ઘુસી ગયેલ દબાણકારોને દુર કર્યા હતા. આ કામગીરી કરતી વખતે તંત્રને ધ્યાનમાં આવ્યું કે જે પ્લોટ ધારકોને નિશ્ચિત જગ્યા આપવામાં આવી છે તેના પ્રમાણમાં વધુ જગ્યાનો ઉપયોગ કરી ધંધો કરે છે જેને લઈને એસ્ટેટ શાખાએ આવા પ્લોટ ધારકોનો તાગ મેળવ્યો હતો જેમાં ૫૮ માંથી ૩૩ પ્લોટ ધારકોએ આવું દબાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને તંત્રએ પ્રથમ નોટીશ પાઠવી વધારાની જગ્યાના ઉપયોગ અંગે ફી ચૂકતે કરવા જણાવ્યું હતું. પરંતુ ત્રણ દિવસ બાદ કોઈ પ્લોટ ધારક નહિ ડોકાતા આખરે મહાનગરપાલિકાએ આજે ૩૩ પ્લોટ ધારકોના વીજ કનેક્શન કાપી નાખ્યા છે. આ ૩૩ પ્લોટ ધારકો પાસેથી રૂપિયા સાડા તેર લાખની વસુલાત કરવાની થાય છે. તંત્રની કડક કાર્યવાહીને લઈને પ્લોટ ધારકોમાં અફરાતફરી મચી ગઈ હતી. આજે મહાપાલિકાએ ફટકારેલ દંડ ભરવા અને ફરી કનેક્શન મેળવવા દોટ લગાવી હતી. આ ઉપરાંત મોટાભાગના પ્લોટ ધારકો બાહુબલી હોવાથી તંત્ર પર રાજકીય પ્રેસર પર ઉભું કરવાના પ્રયાસો કર્યા હોવાની વિગતો પણ સામે આવી છે.

આ તમામ વિવાદો વચ્ચે વાસ્તવિકતા એ છે કે જેના માટે મેલાની વ્યવસ્થા કરવામાં આવી છે એવા શહેરીજનો લુટાઈ રહ્યા છે. તંત્ર દ્વારા નિશ્ચિત કરાયેલ ભાવના બદલે બમણા ભાવ વસુલવામાં આવતા હોવાની રાવ પણ ઉઠવા પામી છે, નિયમ મુજબ રાઇડ્સથી માંડી તમામ મનોરંજક સુવિધાના ભાવ અંગે બોર્ડ લગાવવાના હોય છે. પરંતુ રાઇડ્સથી માંડી મોતના કુવા સુધી અને આઈસ્ક્રીમથી માંડી નાસ્તાના મેનુ સુધીના ભાવના બોર્ડ જે તે ધંધાર્થીએ લગાવ્યા જ નથી.

કોને કોને નોટીશ અને દંડ

મશીન મનોરંજન રાઇડ્સ ( મોતનો કુવો)

ચિલ્ડ્રન રાઇડ્સ – 6

હેન્ડ રાઇડ્સ – ૧૩

આઈસ્ક્રીમ – ૨

પોપકોર્ન _ ૩

રમકડા સ્ટોલ- 9

NO COMMENTS