જામનગર: જામનગર શહેરમાં કાર્યરત ૧૮૧ અભયમ હેલ્પલાઈન મહીલાઓ માટે ખરા અર્થમા આશીર્વાદરુપ સાબિત થઇ રહી છે. જેમાં જાગૃત નાગરીકે ૧૮૧ મહીલા હેલ્પલાઇન માં ફાેન કરી મદદ માગેલી હતી, અને જણાવ્યુ હતું, કે એક મહિલા સવારના સમયે પેટ્રોલ પંપ પાસે બેઠા છે, અને ગભરાયેલી હાલતમાં જોવા મળે છે.
જાગૃત નાગરિક દ્વારા પૂછતાં કોઈ જવાબ આપ્યો ન હતો. અને કશું નામ સરનામું જણાવ્યું નથી જેથી મદદની જરૂર છે.
તુરંત જામનગર અભયમ ની ટીમના કાઉન્સેલર શીતલબેન સોલંકી પોલીસ કોન્સ્ટેબલ ઇલાબા ઝાલા અને પાયલોટ સુરજીત સિંહ વાઘેલા સ્થળ પર પહાેચી ગયા હતા, અને પીડિતાને આશ્વાશન આપવામા આવ્યું હતું. અને તેમનો વિશ્વાસ જીતી કુશળ કાઉન્સેલિંગ કરી પીડિતાનું નામ સરનામું જાણવાની કોશિશ કરી હતી. પીડિતાની માનસિક સ્થિતિ ઠીક ના હોય, આથી કશું યાદ રહેતું નહતું.
તેઓ વાવડી ગામ ના છે, મંદિરે દર્શન કરવા આવેલ હતા, અને હમણાં દીકરો ,પતિ લેવા આવવા ના છે. તેથી તેમની રાહ જુવે છે, એમ પીડિતાએ જણાવ્યું હતું. જેથી પુરી માહિતી ના મળતાં પીડિતા નો ફોટો પાડી સોશિયલ મીડિયા ની મદદ થી તપાસ કરતાં પીડિતાના કોઇ દૂરના સબંધી ઓળખી ગયા હતા.
ત્યાર બાદ એક વ્યક્તિ નો ફોન આવેલો, અને તેમને જણાવેલું, કે તેઓ પીડિતા ને ઓળખે છે. તે નાની વાવડી ગામના દીકરી છે, અને તેમના લગ્ન જામનગર થયા છે. પીડિતાના દીકરી નો ફોન નંબર તેમની પાસે થી મેળવી દીકરી સાથે વાત કરતાં જાણવા મળેલું કે સવાર ના પીડિતા ઘરેથી નીકળી ગયા છે. જેમની માનસિક સ્થિતિ ઠીક ના હોવાથી કશું યાદ રહેતું ન હોય તેથી હજુ ઘરે આવેલા નહિ તેથી તેઓ પણ ચિંતા કરે છે.
આજુ બાજુમાં તપાસ પણ કરી હતી, પણ કોઈ માહિતી મળી ન હતી. તેમ પીડિતા ના દીકરી દ્વારા જણાવાયું હતું.
પુરી વાત જાણી કાઉન્સેલિંગ કરીને પીડિતા ને તેમની દીકરી ના પરિવાર ને સોંપી દીધા હતા. અને બીજી વાર આવો બનાવ ના બને તેનું ધ્યાન રાખવા તેમજ એકલા ઘરેથી બહાર ના જવા દેવા જણાવી પીડિતાને પણ હવે પછી એકલા ઘરેથી બહાર ના જવા સમજાવ્યું હતું. આમ ૭૮ વર્ષ ના વૃદ્ધા નું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું, તે બદલ પીડિતા નાં પરિવારદ્વારા ૧૮૧ ની ટીમ નો આભાર વ્યકત કર્યો હતો.