જામનગર : કડીયાવાડ વિસ્તારમાં આઠ સખ્સો કરતા હતા આવું કામ ને પોલીસ પ્રગટી

0
591

જામનગર : જામનગરમાં સીટી બી ડીવીજન પોલીસે કડીયાવાડ વીસ્તારમાં દરોડો પાડી આઠ  સખ્સોને રોકડ સહિતની મતા સાથે જુગાર રમતા પકડી પાડ્યા છે. પોલીસે તમામ સખ્સોની સામે જુગારધારાઓ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં કડિયાવાડ, મોટા ફળી ચોક પાસે લાઇટના અંજવાળે ગઈ કાલે સાંજે જાહેરમાં જુગાર રમતા હોવાની સીટી બી ડીવીજન પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં બેસી ગંજી પાનાના પાના વડે તીન પત્તી રોન પોલીસ નામનો જુગાર રમતા વ્રજલાલ કાંતીલાલ વરૂ જાતે કડિયા ઉ.વ.૬૦ ધંધો ગેરેજનો રહે. કડિયાવાડ, બોરડી ફળી, જામનગર, મહેશભાઇ પારૂમલ હરવાણી જાતે સિંધી ઉ.વ.૫૯ ધંધો નિવૃત રહે. દિ.પ્લોટ-૪૯, ઇદ મસ્જીદ સામે, ડંકીવાળી શેરી, જામનગર, નિલેશ વલ્લભભાઇ પઢીયાર જાતે વાણીયા ઉ.વ.૬૦ ધંધો નિવૃત રહે. આણદાબાવાનો ચકલો, કચેરી ફળી, સોલાણી ટાઇપ કલાસની બાજુમાં, જામનગર, જીતેન્દ્રભાઇ મુળજીભાઇ લાખાણી જાતે લોહાણા ઉ.વ.૬૧ ધંધો નિવૃત રહે. કડીયાવાડ, મોટુ ફળી, પ્રફુલભાઇ દલાલના મકાનમાં, જામનગર,  રાજેશ પ્રભુભાઇ પિત્રોડા જાતે લુહાર ઉ.વ.૩૮ ધંધો પ્રા.નોકરી રહે. શરૂ સેકશન રોડ, દુધની ડેરી સામે, અનિલ એપાર્ટમેન્ટ ફલેટ નં.૧૪, જામનગર, દિલીપસિંહ ગગુભા જાડેજા જાતે ગીરા ઉ.વ.૫૪ ધંધો નોકરી રહે. પટેલ કોલોની શેરી નં.૯ ના છેડે, શાંતીનગર શેરી નં.૩, જામનગર, પ્રવીણભાઇ અજીતભાઇ સુવા જાતે આહિર ઉ.વ.૩૬ ધંધો નિવૃત રહે. યાદવનગર, દિગ્જામ મીલ રોડ, મહાદેવનગર મેઇન રોડ, જામનગર અને  વિજય અશોકભાઇ શાહ જાતે વાણીયા ઉ.વ.૫૦ ધંધો નોકરી રહે. મચ્છરનગર, આશાપુરા મંદિર પાસે, જામનગર વાળાસખ્સો આબાદ પકડાઈ ગયા હતા. પોલીસે તમામ સખ્સોના કબજામાંથી રૂપિયા ૧૧,૧૫૦ની રોકડ કબજે કરી, અટકાયત કરી જુગાર ધારાઓ મુજબ કાર્યવાહી કરી હતી.

NO COMMENTS