જામનગર : જામનગરમાં આજે લાલપુર ચોકડી પાસે સવારે સાડા દસેક વાગ્યે બે મોટર સાયકલ પર આવેલ ત્રણ મોટરસાયકલ સવારોએ અહી રહેણાંક સોસાયટીનું નિર્માણ કરાવી રહેલ બિલ્ડર પર ફાયરીગ કર્યૂ હતું જેની સામે બિલ્ડરે પણ સ્વબચાવમાં ફાયરીંગ કરી પોતાનું રક્ષણ કર્યું હતું. આ બનાવ અંગે પોલીસે શહેરના નામચીન સખ્સ અને તેના મળતિયાઓ સામે ફરિયાદ નોંધી છે.
જામનગરમાં પ્રવીણ દાઢીની જગ્યા તરીકે ઓળખતા વિસ્તારમાં રહેતા અને શહેરમાં જ બિલ્ડીંગ કન્ટ્રકશન વ્યવસાય સાથે સંકળાયેલ બિલ્ડર ગીરીશ ડેર આજે સવારે સાડા દસેક વાગ્યે પોતાની લાલપુર ચોકડી પાસે આવેલ ક્રિષ્નાપાર્ક સાઈટ પર હતા ત્યારે બે મોટર સાયકલ પર આવેલ ત્રણ અજાણ્યા સખ્સોએ બિલ્ડર પર ફાયરીંગ કર્યું હતું જેમાં બિલ્ડરે પણ પોતાની પરવાના વાળી રિવોલ્વર માંથી વળતો પ્રહાર કરતા ત્રણેય આરોપીઓ બે રાઉન્ડ ફાઈરિંગ કરી નાશી ગયા હતા. આ બનાવના પગલે એસપી શરદ શિઘલ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. આ બનાવ અંગે બિલ્ડરે પંચકોશી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર લાલપુર ચોકડી પાસે આવેલ સર્વે નબર-૯૬૧ વાળી કિષ્નાપાર્ક તરીકે ઓળખાતી જગ્યાના અમુક પ્લોટ્સ પરસોત્તમભાઈ રાજાણીએ દલાલીથી સોદો કરાવ્યો હતો. તે સોદો કેન્સલ કરવા માટે જામનગરના કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલે રૂપીયા એક કરોડની ખંડણીની માંગણી હતી. રુપીયા નહી આપતા જયેશ પટેલએ તેના મળીતીયા મારફત દલાલ પરસોતમભાઈ પર ફાયરિંગ કરાવ્યું હતું. આ ઉપરાંત આરોપી જયેશ પટેલએ એવી પણ ધમકી આપી હતી કે મહેશભાઈ વારોતરીયા આહીર પાસેથી કોઈએ પ્લોટોની ખરીદી કરવી નહી. જો કોઈ ખરીદી કરશો તો જીવ ગુમાવાની તૈયારી રાખશો તેવી ધમકીઓ આડકતરી રીતે તેના મળતીયા મારફત મોકલાવતો હતો. આ જમીન પર બિલ્ડર ગીરીશ ડેરે મહેશભાઈ વારોતરીયા પાસેથી ખરીદ કરી તેમા બાંધકામ શરૂ કર્યું હતું. જેના બાબતના મનદુઃખને લઈને જમીન માફિયા જયેશ પટેલેએ અગાઉથી પ્લાન બનાવી, તેના ત્રણ મળીતીયા કે ભાડુતી માણસો પાસે આ વારદાતને અંજામ અપાવ્યો હતો. આ તમામ વિગતો ગીરીશ દેરની ફરિયાદમાં જાહેર થઇ છે. જેમાં એક સખ્સે બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હોવાનું અને અન્ય બે સખ્સો હથોડી તથા પાઈપ થેલામાથી કાઢી મારવા આવતા પોતાના સ્વબચાવમા ગીરીશભાઈએ પોતાની લાયસન્સવાળી રીવોલ્વરથી ત્રણ રાઉન્ડ હવામા ફાયરીંગ કર્યું હતું.
ઉલ્લેખનિય છે કે જામનગરના કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલ સામે વકીલ કિરીટ જોશીની હત્યાનો આરોપી છે સવા બે વર્ષ પૂર્વે થયેલ હત્યા બાદ જયેશ હજુ સુધી પોલીસ પહોચથી બહાર છે. જામનગરની બહાર હોવા છતાં જયેશે પોતાની ગુનાખોરી ચાલુ જ રાખી છે, હત્યા બાદ પણ જયેશની સામે છ જમીન કૌભાંડ, બે વખત ફાયરીંગ સહિતના ગુના નોંધાઈ ચુક્યા છે.