જામનગર: જીલ્લા જેલ ફરી વિવાદમાં, આ બે કેદીઓ પાસેથી મળી આવ્યો મોબાઈલ ફોન

0
616

જામનગર જીલ્લા જેલ ફરી વિવાદમાં આવી છે. સ્થાનિક જેલ પ્રસાસન દ્વારા કરવામાં આવેલ ચેકિંગ દરમિયાન બે કેદીઓના કબ્જામાંથી બે પ્રતિબંધિત મોબાઈલ ફોન મળી આવ્યા છે. બંને કેદીઓ સામે જેલ પ્રસાસન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કેદીઓ પાસે કઈ રીતે મોબાઈલ પહોચ્યો ? અને ઉપયોગ કરી કેદીઓએ કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ ? સહિતની વિગતો મેળવવા પોલીસે કેદીઓનો કબજો લેવા કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરમાં જીલ્લા જેલમાંથી છાસવારે પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવતી હોય છે. જયારે જયારે ચેકિંગ હાથ ધરવામાં આવે છે ત્યારે ત્યારે કોઈને કોઈ વસ્તુઓ મળતી આવતી હોય છે. ત્યારે વધુ એક વખત કરવામાં આવેલ ચેકિંગ દરમિયાન બે કેદીઓ આટીમાં આવી ગયા છે. ગઈ કાલે સ્થાનિક પ્રસાસન દ્વારા જેલની બેરેકનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મયુર આલાભાઈ હાથલીયા અને હિતેશ ઉર્ફે ફોગો બાબુભાઈ રાઠોડ નામના કેદીઓ પાસેથી મળેલ મોબાઇલ ફોન આ સાથે સિલવર કલરનો કેચોડા કંપનીનો મોબાઇલ ફોન નંગ-૦૧ અને બેટરી નંગ-૦૧ મળી આવ્યા હતા. જેલ પ્રસાસને બંને પાસેથી મોબાઈલ અને બેટરી કબજે કરી સીટી એ ડીવીજન પોલીસને જાણ કરી હતી. આ ઘટના અંગે જેલર ઘનશ્યામ પટેલએ બંને કેદીઓ સામે આઇ.પી.સી.ની કલમ ૧૮૮ તથા પ્રિઝન એક્ટની કલમ ૪૨,૪૩,૪૫ ની પેટા કલમ ૧૨ મુજબની ફરિયાદ દાખલ કરાવી હતી. જેના આધારે સીટી એ ડીવીજન પોલીસે બંને કેદીઓનો કબજો લેવા અને મોબાઈલ કેવી રીતે જેલ અંદર ગયા તેમજ આ મોબાઈલનો  ઉપયોગ કરી કોઈ ગુનો આચરવામાં આવ્યો છે કે કેમ ? સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે.

NO COMMENTS