જામનગર : એ લાચાર મહિલા, શું હતી શું બની ગઈ ?

0
930

જામનગર : જામનગરમાં હાપા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી રહેતી અપંગ મહિલાની જાણ થતા જામનગર અભયમની ટીમે આજે બપોરે રેલ્વે સ્ટેશન વિસ્તારમાં પહોચી મહિલાનો કબજો સંભાળી સાંત્વના આપી કાઉનસેલિંગ કર્યું હતું. એક પગે અપંગ  મહિલાએ સ્વાસ્થ્ય થઇ પોતાની ઓળખ અને આપવીતી હતી. દશ વર્ષ પૂર્વે લગ્ન થયા બાદ થોડો સમય સંસાર સારો ચાલ્યો હતો અને બે વર્ષ પૂર્વે પગમાં રસી થઇ જતા તેણીનો પગ કપાવવાની નોબત આવી પડી હતી. રાજકોટની હોસ્પીટલમાં પગ કપાવ્યાની પીડા હજુ યથાવત હતી ત્યાં તેણીના પતિએ આપઘાત કરી લીધો, આ બનાવના કારણે તેણી પડી ભાંગી હતી. પતિના મૃત્યુથી વિધવા થયેલ મહિલાને સાસરીયાઓએ ત્રાસ આપતા એક દિવસ તેણીની ઘર છોડી નીકળી ગઈ હતી, અને રાજકોટથી કોઈ તેને અહી મૂકી ગયું હતું. આ છ માસના ગાળામાં કોઈ સેવાભાવીઓએ તેણીને જમવાનું આપી જતા હતા. મહિલાની દુખભરી કહાની સાંભળી ૧૮૧ની ટીમે તેણીને ખુબ જ હુંફ આપી સલામત સ્થળે ખસેડી આશરો આપ્યો હતો. આ કાર્યવાહી ૧૮૧ની ટીમના કાઉન્સેલર ગીતા બાવળવા, પોલીસ કોન્સ્ટેબલ ગીતા ધારવીયા, પાયલોટ સુરજીતસિંહ સહિતની ટીમે પાર પાડી તેણીને સખી વન સ્ટોપ સેવરમાં ભરતી કરાવી હતી.

NO COMMENTS