જામનગર: ભાજપના વગદાર નેતા સહિતનાઓએ રસ્તો દબાવી લીધો ? ખેડૂતોની રજૂઆત

0
2423

જામનગર અપડેટ્સ: .જામનગર તાલુકાના  જુના મોખાણા, નવા મોખાણા, હર્ષદપુર, મોટી ભલસાણ, વાણીયા ગામ, વાગડીયા, સરાપાદર, બાંગા, બેરાજા, નાની ભલસાણ, કોન્જા, મકવાણા, ચંદ્રાગા, સુમરી, ૧૫. ઢંઢા, ખીમલીયા  ગામના  ખાતેદાર ખેડૂતોએ રસ્તાના દબાણને લઈને આજે વિરોધ દર્શાવ્યો, ભાજપના નેતા સુરેશ વસરા સહીતનાઓ સામે આક્ષેપ કરી ખાતેદારોએ રસ્તો ખુલ્લો કરાવવાની માંગ કરી છે સાથે સાથે નિકાલ નહિ થાય તો અરજદારોએ સીએમ સુધી ફરિયાદ કરવાની તૈયારી દર્શાવી છે.

જામનગર તાલુકાના મોખાણા પાટીયા નેશ્નલ હાઈવેથી મોજે ગામ જુના મોખાણા, નવા મોખાણા, હર્ષદપુર, મોટી ભલસાણ, વાણીયા ગામ, વાગડીયા, સરાપાદર, બાંગા, બેરાજા, નાની ભલસાણ, કોન્જા, મકવાણા, ચંદ્રાગા, સુમરી, ઢંઢા, ખીમલિયા જતો નકશામાં દર્શાવેલ રસ્તાને રીપેર કરવા તથા નકશામાં દર્શાવેલ રસ્તામાં ઉભી થયેલ જાળ,પાન,બાવળ તથા ગેરકાયદેસરના દબાણ ને પ્રજા હીતમાં તાત્કાલીક દુર કરવા તથા રસ્તાનું સમારકામ કરવા માટે આજે ઉપરોક્ત તમામ ગામના ખેડૂતોએ કલેકટર કચેરી પહોંચી, સૂત્રોચ્ચાર કરી દબાણ દૂર કરાવવા માંગ કરી છે.

ઉપરોક્ત તમામ ગ્રામજનોને વારંવાર  સારા તથા નરસા પ્રસંગોએ ગામેથી જામનગર મુકામે જવાનું થતું હોય,જામનગર જવા માટે આદી અનાદી કાળથી સરકારના રેકર્ડ પર એટલે કે ડીઆઈએલ.આર જામનગર દ્વારા એપ્રુવલ થેયેલ જુના નવા નકશામાં તથા આ વિસ્તાર જામનગર વિસ્તાર વિકાસ સતા મંડળ (જાડા) માં સમાવિસ્ટ થતા તેના એપ્રુવલ થયેલ નકશામાં તથા ત્યારબાદ સદરહુ વિસ્તાર જામનગર વિસ્તાર વિકાસ સતામંડળ માંથી જામનગર મહાનગર પાલિકામાં સમાવિષ્ટ થતા જામનગર મહાનગર પાલિકા દ્વારા તૈયાર કરેલ ટાઉન પ્લાનીંગ સ્કીમના નકશામાં જે રસ્તો મંજુર થયેલ જેનો ઉપયોગ અરજદાર ગ્રામ જનો આદી અનાદી કાળથી કરતા હોય, તે રસ્તો સમય જતા સરકાર દ્વારા યોગ્ય રીતે મેનટેન ન થતા રસ્તામાં જાળ, પાન, ખાડા ખળબા થઈ ગયેલ હોય, તથા અમુક ખેડુતો દ્વારા કાયદેસરના જાહેર રસ્તા પર દબાણ કરેલ હોય, જેથી આ રસ્તાનો ઉપયોગ થઈ શકતો ન હોય, અરજદારોને ખુબ હાલાકી ભોગવવી પડે છે તથા જામનગર જવા માટે કાયદેસરના નકશામાં એપ્રુવલ થયેલ રસ્તાને છોડી ખાતેદાર ખેડુતોની વ્યકતીગત અને માલિકીની જમીનમાથી દયા ભાવથી નીકળવા અરજદારો મજબુર થયા છે.

જામનગર તાલુકાના મોખાણા પાટીયા નેશ્નલહાઈવેથી ડી.આઈ.એલ.આરને અધિકૃત નકશામાં દર્શાવ્યા મુજબના તથા જામનગર વિસ્તાર વિકાસ સતામંડળ દ્વારા સરકારના નોટીફીકેશનથી મંજુર થયેલ કાયદેસરના પ્લાનમાં દર્શાવ્યા મુજબનો કાયદેસરનો મોટો રસ્તો નેશ્નલ હાઈવેથી જુના રેવન્યુ સર્વે નં. ૩૪૨,૩૪૩, ૩૩૭, ૩૩૬, ૩૩૫, ૩૪૭ પૈકી રની ખેતીની જમીનો વચ્ચેથી પસાર થાય છે. કાયદેસરના રસ્તાપર હાલ જંગલી જાળ, પાન, બાવળ તથા જાડી ઝાખરા ઉગી નીકળેલ હોય, જેથી રસ્તો બગળી જવા પામેલ હોય તથા મજકુર કાયદેસરના જુના રાજ રસ્તા પર ભાજપ સાથે જીડાયેલ રાજકીય આગેવાન સુરેશભાઈ વસરા તથા અમુક ઈસમોએ સેઢા વધારી દબાણ કરેલ હોય, જેના કારણે મજકુર રાજ રસ્તાનો ઉપયોગ જનસમાજ સુચારુ રૂપથી થઇ શકતો નથી. વિશાળ પ્રજા હીતમાં તાત્કાલીક ધોરણે મજકુર કાયદેસરના રાજ રસ્તામા ઉગી નીકળેલ અને અડચણ કારક તમામ અડચણો દુર કરી મજકુર રાહ રસ્તાને તાત્કાલીક ધોરણે રીપેર તથા ડામર રોડ કરવો જરૂરી છે.

ગુજરાતની સંવેદનશીલ રાજય સરકાર ગામડાથી ગામડાને જોડતા અને ગામડાથીનેશ્નલ હાઈવેને અને જામનગર શહેર ને જોડતા રાહ રસ્તાઓ કે જે આઝાદી સમયથી સરકારના અધિકૃત નકશાઓમાં અંકિત થયેલ હોય, આ રાહ રસ્તાઓ પ્રથમથીજ નકશામાં અંકિત હોય, કોઈ પ્રકારની વિશેષ સંપાદનની કે અન્ય કાર્યવાહી કરવી જરૂરી ન હોય, તેવા રસ્તાઓ તાત્કાલિક ધોરણે બનાવવા પ્રયત્નશીલ હોય છે. તેમ ઉપરોક્ત રસ્તો તાત્કાલીક ધોરણે આ કાયદેસરનો રાહ રસ્તો ધ્યાનપર મુકી રાહ રસ્તો રીપેર કરવા તથા જરૂરી અડચણો તાત્કાલીક દુર કરવા કલેકટરને પાઠવવામાં આવેલ અરજીમાં માંગ કરવાં આવી છે. જો માંગ નહિ સંતોષાય તો ગાંધીનગર પહોંચી મુખ્ય મંત્રીને આવેદન પત્ર પાઠવવાની ખેડૂતોએ તૈયારી દર્શાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here