જામનગર: ધર્મેશ રાણપરીયાએ વ્યાજ વસુલી માટે ધમકી આપતા વેપારીએ ઝેર પીધું

0
513

જામનગર: કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરીયા સામે ફરિયાદ નોંધાઈ છે. વ્યાજવટાઉ પ્રકરણ સંદર્ભે નોંધાયેલ ફરિયાદ મુજબ પાનની કેબીન ધરાવતા એક આશામી પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકીઓ આપતા વેપારીએ ઝેરના પારખા કર્યા છે. ફરિયાદના પગલે લાંબા સમયબાદ જામનગરમાં જયેશ પટેલની ફરી યાદ અપાવી છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ વેપારીની ફરિયાદ નોધી આરોપની સત્યતા અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સીટી એ ડીવીજન પોલીસમાં નોંધાયેલ ફરિયાદ નીચે મુજબ છે.

મારૂ નામ ધનશ્યામભાઇ જમનભાઇ ચોવટીયા  ..૪૨ ધંધોવેપાર રહે સેટેલાઇટ પાર્ક શેરી નં  મકાન નં ૪૯૫ જામનગર,હુ ઉપર બતાવેલ સરનામે મારા પરીવાર સાથે ૨હીને દરેડ ફેસ૩ ખાતે પાનની કેબીન ચલાવુ છુ મારા પરીવારમા હુ તથા મારા પત્ની શીતલબેન તથા મોટી દીકરી રૂત્વી ..૧૮ તથા નાની દીકરી રુહી તેની .. વાળી છે. આજથી દોઢેક વર્ષ પહેલા મારે રૂપીયાની જરૂરીયાત હોય જેથી મે ઘર્મેશભાઈ રાણપરીયા પાસેથી રૂપીયા ,૦૦, ૦૦ માસીક દશ ટકાના વ્યાજે લીધેલ હતા અને તેણે મે યશ બેન્કના બે કોરા મારી સહી કરેલ ચેક આપેલ હતા અને આ રૂ પીયાનુ હુ દર મહીને રોકડમા રૂપીયા ૮૦,૦૦૦ નુ વ્યાજ ચુકવતો જે કુલ નવ માસ મળી કુલ રૂપીયા ૭,૨૦,૦૦૦ જેટલા રૂપીયા ચુકવી આપેલ હતા તેમજ ૮,૦૦,૦૦૦ રૂપીયા મે મારા નવાનગર બેંક ના ખાતામાથી ધર્મેશ રાણપરીયાના કહેવા મુજબ અન્ય કોઇ વ્યક્તિના ખાતામા ટ્રાંસફર કરેલ જેનુ નામ મને હાલ ખબર નથી જે હુ પાસબુકમા જોઇ ને રજુ કરીશ બાદ મારી આર્થીક પરીસ્થીતી ખરાબ થતા હુ તેમણે રૂપીયા આપી શકતો ન હતો. આ ધર્મેશભાઈ ને મે રૂપીયા ૭,૨ ૦,૦૦૦ બાદ બીજા ૮,૦૦,૦૦૦ ચુકવી આપેલ હોવા છતા પણ અવાર નવાર મારી પાસે વ્યાજ તેમજ મુદલની પઠાણી ઉધરાણી કરી મારી પાસે રૂપીયા માંગતા હતા.બાદ આજથી એકાદ વર્ષ પહેલા મયુર ટાઉન શીપ ખાતે આવેલ મારૂ મકાન મારા ઓળખીતા રમેશભાઇ ગોરસીયાના વૈવાણ સુનીતાબેન ગીરધરભાઇ કપુરીયા ને વેહેચેલ હતુ અને આ મકાનના રૂપીયાની લેતી દેતી રમેશભાઇ ગોરસીયા મારફતે કરેલ જેમણે મને આ મકાનના રૂપીયા ૧૮,૦૦,૦૦૦ ચુકવી આપેલ તેમજ આ મકાન પર રૂ.૨૩,૩૧,૦૦૦ ની લોન ચાલુ હોય જે લોન બાબતે મારે તથા રમેશભાઈ ગોરસીયાને વીવાદ થયેલ હોય જે બાબતે ધર્મેશભાઇ રાણપરીયાએ સમાધાન કરાવ્યુ હતું.

આ સમાધાન પેટે આ લોનના રૂપીયા ૨૩,૩૧,૦૦૦ રમેશભાઇ ગોરસીયા એ મારા ખાતામા નાખશે તેમ કહી આ ધર્મેશભાઇએ મારી પાસેથી નવાનગર બેન્કના છ કોરા ચેક જેમા મારી સહી કરેલ હોય જે ચેક લીધેલ હતા અને આ ધર્મેશભાઇ રાણપરીયાએ મારી પાસેથી આ સમાધાન કરાવવાના માહે ૦૮ ૨૦૨૪ ના માસ મા ૩,૭૦,૦૦૦ ધર્મેશભાઇના લોઠીયા ગામે તેની ફેક્ટરીએ મારા માતા-પિતા સાથે આપવા ગયેલ હતો બાદ ચાર-પાંચ મહીના પહેલા રૂપીયા ૨,૩૦ ,૦૦૦ તેની ઘરે આપેલ હતા આમ કુલ રૂ.૬,૦૦,૦૦૦ લીધેલ હતા તેમજ રમેશભાઇ ગોરસીયાએ આ રૂ.૨૩,૩૧,૦૦૦ /- મારા ખાતામાં નાખતા મે આ રૂપીયા લોનના ચુકવી આપેલ અને મારા મકાનનો દસ્તાવેજ કરી આપેલ હતો. ત્યારબાદ ધર્મેશભાઇ રાણપરીયા મને રૂબરૂ અવાર નવાર મળી ધાક ધમકી આપી મારૂ તથા રમેશભાઇ ગોરસીયાનુ સમાધાન કરાવેલ હોય તેના રૂ ૬,૦૦,૦૦૦ તથા તેને વ્યાજે આપેલ રૂપીયા ૮,૦૦,૦૦૦ તેમજ મારા તેની પાસે રહેલા ચેક પરત આપવાના રૂપીયા ૧૬,૦૦,૦૦૦ મળી કુલ રૂપીયા ૩૦,૦૦,૦૦૦ મારી પાસે માંગયા હતા, પણ હાલ મારી પાસે રૂપીયા ન હોય જેથી મે તેમણે રૂપીયા આપવાની ના પાડતા જેથી તેણે મારા બે ચેક બેન્કમા નાખી બાઉન્સ કરાવી મારા વિરુધ્ધ નેગોશીયેબલની ફરીયાદ કરેલ અને આ ધર્મેશભાઇ હાલ પણ મને ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી મારી પાસેથી રૂ.૩૦,૦૦,૦૦૦ ની ઉધરાણી કરતા મને ડર લાગતા મે ગઈ તારીખ ૦૩ ૧૨ ૨૦૨૪ ના રોજ સાંજના સાડા સાતેક વાગ્યે મોખાણા ગામ ખાતે મારી જાતે જંતુનાશક ઝેરી દવા પી ગયેલ હોય અને બાદ મને સારવારમા જામનગર જીજી હોસ્પિટલ સારવાર લઇ રહ્યો છું.
પોલીસે ધર્મેશ સામે ગુજરાત નાણાં ધીરધાર એક્ટ મુજબ ફરિયાદ નોંઘી તપાસ શરૂ કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here