હતાશા : રોજગારી નહી મળતા એક જીવ મુજાઈ ગયો

0
581

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાના આરંભડા ગામે રહેતા એક આધેડે કોરોનાકાળમાં ગળાફાસો ખાઈ જીવાદોરી ટુકાવી લીધી છે. છેલ્લા ત્રણ માસથી રોજગારી નહી મળતા આર્થિક સંકળામણ વધી જતા યુવાને આ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે.

કોરોનાકાળમાં અનેક રોજગાર ધંધા પડી ભાંગ્યા છે અનેક નામી-અનામી કંપનીઓએ પોતાના કર્મચારીઓને છુટ્ટા કરી દીધા છે અથવા પગારકાપ મુક્યો છે, એવા સમયે જે લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે તેઓ હજુ પણ હતાશામાં જ છે. આવા સમયે ઓખા મંડળમાંથી એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે જેમાં દ્વારકા તાલુકાના આરંભડા ગામે રહેતા આશાભા બાલુભા માણેક ઉવ ૪૫ નામના આધેડને આ કોરોનાકાળમાં છેલ્લા બે-ત્રણ માસથી રોજગારી નહી મળતા આર્થીકભીસ વધી હતી. જેના કારણે સતત ચિંતામાં રહેતા આધેડે ગઈ કાલે પોતાની જાતે જ પોતાના ઘરે ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો.  

આ બનાવના પગલે પરિવારમાં શોક ફેલાઈ ગયો છે. જો કે આપઘાત પાછળ કોરોનાને કારણભૂત ગણવામાં આવ્યો નથી. પરંતુ કોરોનાકાળમાં આપઘાતનો બનાવ સામે આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here