જામનગર : શરુ થયું છે કોરોનાનું ખતરનાક કમ્યૂનિટી ટ્રાન્સમિશન, જાણીએ ચાર તબક્કાને

0
563

જામનગર : કોરોના વાયરસ ભારતમાં ખરા અર્થમાં મહામારી બની રહયો છે. દેશ વ્યાપી  લોકડાઉન થયું ત્યારે જામનગરમાં કોરોના સંક્રમણના કેસ નિયંત્રણમાં હતા પરંતુ લોકડાઉનમાં ક્રમશ અનલોક કરીને છુટ આપવામાં આવી એ પછી કોરોનાનો વિસ્ફોટ થઇ રહયો છે. છેલ્લા એક અઠવાડિયાથી જામનગરમાં દરરોજ ૧૨ થી ૨૦ વધુ કેસ આવી રહયા છે જે રીતે કોરોનાએ રફતાર પકડી છે એ જોતા કમ્યૂનિટી ટ્રાન્સમિશનનો સમય શરુ થઇ ગયો છે અને આ કાળ ચોક્કસથી ચિંતા અપાવાશે જ ત્યારે આ કમ્યૂનિટી ટ્રાન્સમિશન શું છે તે સમજવુ જરુરી છે.

કોરોના મહામારીના આ ત્રીજા તબક્કામાં કમ્યૂનિટી ટ્રાન્સમિશન થાય ત્યારે સંક્રમણ લગભગ બેકાબુ બની જાય છે. આ ટ્રાન્સમિશનમાં સંક્રમિત થયેલી વ્યકિતને વાયરસનું સંક્રમણ કયાં સ્થળેથી થયું છે તે ખબર હોતી નથી. સ્વસ્થ વ્યકિત સંક્રમણના હોટ સ્પોટ સ્થળે ના ગઇ હોવા છતાં તે સંક્રમણનો ભોગ બને છે.

પ્રથમ તબ્બકો

કોરોના વાયરસના સંક્રમણના પ્રથમ તબક્કામાં કોરોના વાયરસ સંક્રમિત લોકો બીજા દેશમાંથી આવ્યા હોય છે અને તે સંક્રમણ પોતાના દેશમાં પણ લેતા આવે છે આ પ્રથમ સ્ટેજ જામનગરમાં વીતી છુટ્યું છે.

બીજો તબ્બકો

 બીજા તબક્કામાં સ્થાનિક સ્તરે સંક્રમણ થાય છે જેમાં સ્થાનિક લોકો કોઇ પણ રીતે બહારથી આવેલી વ્યકિત કે વ્યકિત સમૂહના સંપર્કમાં આવેલા હોય છે. 

ત્રીજો અને ચોથો તબક્કો  

પ્રથમ બંને તબક્કા કરતા પણ ઘાતક ત્રીજો તબક્કો હોય છે જેમાં સંક્રમણના સોર્સને ઓળખવો મુશ્કેલ પડે છે. જયારે  મહામારીનો ચોથો તબકકામાં  સંક્રમણ સ્થાનિક સ્તરે મહા આફતનું સ્વરુપ લઇ લે છે. વાયરસ સંક્રમણનો સોર્સ શોધવો મુશ્કેલ બનતો હોવાથી ત્રીજા અને ચોથો તબક્કો ખૂબજ નાજૂક  હોય છે. જામનગરમાં છેલ્લા એક સપ્તાહમાં કમ્યૂનિટી ટ્રાન્સમિશનની ચર્ચાએ જોર પકડયું છે. નિષ્ણાતોનું માનવું છે કે દેશમાં જે રીતે હોટ સ્પોટ વધતા જાય છે તે જોતા ક્મ્યૂનિટી ટ્રાન્સમિશનને નકારી શકાય નહી. જામનગર શહેર જીલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા એક સપ્તાહમાં એક જ પરિવારના દર્દીઓની સંખ્યા ઉતરોત્ર વધી રહી છે. વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા કોરોનાકાળ સચેત રહેવાની સુચના આપવા અને માઈક્રો કન્ટેઈનમેન્ટ જોન જાહેર કરવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી.

NO COMMENTS