જામનગર : જામનગર જિલ્લામાં કોરોના નો સંક્રમણ કાબુ બહાર વહ્યું ગયું છે અને કોરોના નુ ભયાનક રૂપ જોવા મળી રહ્યું છે. અને છેલ્લા ૮ દિવસ થી સમગ્ર જિલ્લામાં કોરોના ના કેસ માં પણ જબરો ઉછાળો આવ્યો છે, અને દિન પ્રતિદિન કેસ નો આંકડો વધતો જાય છે. ઉપરાંત મૃત્યુનો દર પણ ખૂબ જ વધી ગયો છે. કોરોનાની સારવાર દરમિયાન દર ૨૦ મિનિટે ૧ વ્યક્તિ કોરોના ની સારવાર દરમિયાન મૃત્યુ પામી રહયા છે. છેલ્લા ૨૪ કલાકના સમયગાળા દરમિયાન સરકારી જી.જી હોસ્પિટલ માં વધુ ૫૪ દર્દીઓના કોરોના ના કારણે મૃત્યુ નિપજયા છે.જેથી સમગ્ર જિલ્લામાં કોરોનાનું બિહામણું રૂપ જોવા મળ્યું છે. ઉપરાંત કોરોના ના કેસોમાં પણ જબરો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના કેસનો આંકડો ૨૯૬ નો થયો છે, અને જામનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે ૩૦૦ ની આસપાસ પોઝિટિવ કેસ નોંધાયા છે. એટલું જ માત્ર નહીં જામનગર શહેરમાં કોરોનાનાં કેસ આંકડો ૧૮૪ નો થયો છે, તેમજ ગ્રામ્ય માં પણ સતત સદી થી ઉપર રહ્યો છે, અને ૧૧૨ પોઝિટિવ કેસ નોંધાતાં વહીવટી તંત્ર ચિંતામા મુકાયું છે.
જામનગર શહેર અને જીલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના વધુ ૨૯૬ પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે જામનગર શહેરના ૭૪ જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૬૩ દર્દીઓ સહિત કુલ ૧૩૭ દર્દીઓ સાજા થતાં તેઓને રજા મળી છે. જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટિંગ ની પ્રક્રિયા પણ વધારી દેવામાં આવી છે, જામનગર શહેરમાં ગઇકાલે સમગ્ર દિવસ દરમિયાન ૧,૭૧૩ લોકોનું કોરોના પરીક્ષણ કરી લેવામાં આવ્યું છે, જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ૭૩૧ સહિત સમગ્ર જિલ્લામાં ૨,૪૪૫ લોકોનું કોવિડ પરીક્ષણ કરી લેવાયું છે.
જામનગર જિલ્લામાં ગઇકાલે બપોર થી આજે બપોર સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં વધુ ૫૪ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જેથી જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક ૧,૪૩૦ નો થયો છે.
સાથોસાથ કોરોના ના કેસો માં પણ જબરો ઉછાળો આવ્યો છે. અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૧૮૪
પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૯,૫૮૮ નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૧૧૨પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો ૩,૬૧૭ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં ૧૩,૩૩૫ લોકો કોરોના સંક્રમિત થયા છે.
ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૭૪ અને ગ્રામ્યના ૬૩ મળી ૧૩૭ દર્દીઓને રજા આપવામાં આવી છે.
જામનગર જિલ્લામાં કોરોના નું સંક્રમણ વધવાના કારણે વહીવટી તંત્ર દ્વારા ટેસ્ટિંગની પ્રક્રિયાને વેગવંતી બનાવવામાં આવી છે.