જામનગર : જામનગરમાં કોરોનાએ કોહરામ મચાવતા છેલ્લા એક સપ્તાહથી દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે સાથે સાથે મોતની સંખ્યા પણ એટલી જ ગતિએ વધી રહી છે. આજે વધુ ૬૭૪ દર્દીઓ નોંધાયા છે. જયારે પ્રથમ વખત રેકોર્ડ બ્રેક સતાવાર ૧૪ દર્દીઓના મૃત્યુ જાહેર કરાયા છે જયારે કોરોના હોસ્પિટલમાં સારવાર લેતા ૯૩ દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે.
જામનગર શહેર-જીલ્લામાં કોરોનાંનું સંક્રમણ તીવ્ર ગતિએ આગળ વધી રહ્યું છે. જામનગર જિલ્લામાં કોરોના નું સંક્રમણ કાબુ બહાર વહ્યું ગયું છે અને છેલ્લા ૫ દિવસ થી કોરોના નુ ભયાનક રૂપ જોવા મળ્યા પછી આજે પણ કોરોનાની ભયજનક સ્થિતી યથાવત જોવા મળી રહીં છે. અને કોરોના ના દર્દીઓ ના મૃત્યુનો આંકડો આજે પણ ૯૩ થી ઉપર જ રહયો હોવાથી ભારે હાહાકાર મચી ગયો છે. એટલું જ માત્ર નહીં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો આજે ૧૫માં દિવસે નવા રેકોર્ડ સાથે ૬૭૪ના આંકને પણ વટાવી ગયો છે. જામનગર શહેરના ૩૮૮ પોઝિટિવ કેસ નોંધાયા છે, ઉપરાંત જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં ચોથા દિવસે કોરોનાનો આંકડો ૨૫૦ ને પાર પહોંચ્યો છે. અને ૨૮૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી સમગ્ર જિલ્લામાં કોરોના નો વિસ્ફોટ થયેલો જોવા મળી રહ્યો છે, અને લોકોએ અત્યંત સાવચેત રહેવું જરૂરી છે. જયારે શહેરના ૧૪૦ અને ગ્રામ્યના ૨૮૯ સહિત ૪૨૯ દર્દીઓને જી.જી. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
જામનગર જિલ્લામાં કોરોના ના મૃત્યુ ના મામલે ભયાનક સ્થિતિ છે. કોરોનાની સારવાર દરમિયાન દર ૧૦ મિનિટે ૧ વ્યક્તિ કોરોના ની સારવાર માં ટપોટપ મૃત્યુ પામી રહયા છે. જામનગર શહેરમાં કોરોનાનાં કેસનો આંકડો આજે ચારસો ની નજીક પહોંચ્યો છે. અને ૩૮૮ કેસ નોંધાયા છે, તેમજ ગ્રામ્ય નો આંકડો આજે પણ ૨૫૦ ને પાર કરી ગયો છે, અને ૨૮૬ પોઝિટિવ કેસ નોંધાતાં વહીવટી તંત્ર ચિંતામા મુકાયું છે. જામનગર જિલ્લામાં ગઇકાલે સાંજ થી આજે સાંજ સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ના કારણે સરકારી જી.જી.હોસ્પિટલમાં વધુ ૯૩ દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. જો કે સતાવાર રીતે પ્રથમ વખત સૌથી વધુ એટલે કે આજે ૧૪ દર્દીઓના મૃત્યુ જાહેર કરાયા છે. સીજનની વાત કરીએ તો જિલ્લામાં કુલ મૃત્યુનો આંક ૨,૩૦૩ નો થયો છે. સાથોસાથ કોરોના ના કેસો માં પણ જબરો ઉછાળો આવ્યો છે. અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૩૮૮ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૧૩,૦૩૧ નો થયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૨૮૬ પોઝિટિવ કેસ નોંધાયા હોવાથી જામનગર ગ્રામ્યનો કુલ આંકડો ૫,૮૫૮ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં ૧૯,૦૯૭ લોકો કોરોના સંક્રમિત થયા છે. ઉપરાંત છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના ૧૪૦ અને ગ્રામ્યના ૨૮૯ મળી ૪૨૯ દર્દીઓને રજા આપવામાં આવી છે.