જામનગર : જામનગરની કોવિડ હોસ્પિટલમાં આજે સાંજે પાંચ સુધીના છેલ્લા 24 કલાક દરમ્યાન ૫૫ દર્દીના મૃત્યું થયા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ વિકરાળ બનતો કોરોના વધુ ફૂફાડો મારી રહ્યો હોય તેમ આજે સીજનના સૌથી વધુ ૩૦૮ દર્દીઓ નોંધાયા છે. બીજી તરફ કોવીડ હોસ્પિટલમાં સતત બીજા દિવસે ૧૪૦૦ બેડ ફૂલ છે.
જામનગરમાં ગઈ કાલે કોવિડ હોસ્પિટલ પોઝીટીવ દર્દીઓથી ઉભરાઈ જતા તંત્રએ હાઉસફુલની યાદી બહાર પાડવી પડી હતી. ગઇકાલના બપોરે 12 વાગ્યાથી સાંજે પાંચ સુધીના 24 કલાક દરમ્યાન કોવિડ હોસ્પિટલમાં મૃત્યું પામેલા વધુ ૫૫ દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે. જયારે વધુ ૩૦૮ દર્દીઓ નવા ઉમેરાયા છે. જેમાં જામનગર શહેરના ૧૮૯ અને ગ્રામ્ય વિસ્તારના ૧૧૯ દર્દીઓનો સમાવેશ થાય છે. એક જ દિવસમાં ૩૦૮ દર્દીઓ નોંધાયા હોય એવી આ પ્રથમ ઘટના છે. આજે જે દર્દીઓના સારવાર હેઠળ મૃત્યુ નીપજ્યા છે તેમાં હરિભાઇ ભવાનભાઇ કણઝારીયા (મોરબી), જીશાબેન ભરતભાઇ ભુત (રાજકોટ), વ્રજલાલ વીરજીભાઇ અજુડીયા (રાજકોટ), મનસુખભાઇ ઓધવજીભાઇ (મોરબી), ભુપતભાઇ ચમનભાઇ દાવડા (લાલપુર-જામનગર), બંસીધરભાઇ ભઠ્ઠર (મોરબી), મંજુલાબેન મનહરભાઇ (મોરબી), ગીતાબેન જગદીશભાઇ ચાવડા (ઢીંચડા-જામનગર), સંજયકુમાર હરીપ્રસાદ સોમાણી (જામનગર), લાભુબેન કાથડભાઇ (હરિયાણા), ગોવિંદભાઇ મેઘજીભાઇ (મોરબી), જયાબેન જેરામભાઇ દેત્રોજા (જામનગર), વિજયકુમાર બુધ્ધદેવ (જામનગર), શાંતાબેન જગીદશભાઇ રાઠોડ (જામનગર), રૂડીબેન ચૈહાણ (જામનગર), લાભુબેન નાનજીભાઇ આઘારા (મોરબી), છબીબેન બાબુભાઇ ભાકાસણા (ધરમપુર-મોરબી), ભરતભાઇ મનસુખભાઇ ઓઝા (જામનગર), મનસુખભાઇ ચુનીલાલ દેવાયતકા (મોરબી), વસંતરાય હિમ્મતલાલ પંડીત (જામનગર) અને રામા મેરજી કેશવાલા (પોરબંદર)ના દર્દીઓનો સમાવેશ થાય છે. બપોર બાદ વધુ દસ દર્દીઓએ દમ તોડી દેતા મૃત્યાંક ૫૫ પર પહોચ્યો હતો. આ ઉપરાંત જામનગર જિલ્લા સિવાયના મોરબી અને રાજકોટ તથા અન્ય જિલ્લાના વધુ આઠ દર્દીઓની ડેડ બોડી તેમના પરિવારજનોના ઇચ્છાથી તેમના ગામ રવાના કરવામાં આવી રહી છે. જામનગરની કોવિડ હોસ્પિટલમાં મોતનો સીલસીલો સતત ચાલુ છે.
ઉલેખનીય છે કે જામનગરની જી.જી.કોવિડ હોસ્પિટલમાં છેલ્લા 14 દિવસમાં 400થી વધુ કોરોના દર્દીઓના મૃત્યું થઇ ચુકયા છે અને તેમાંય ખાસ કરીને શનિવારથી મંગળવાર સુધીમાં 200 દર્દીઓના મૃત્યું થયા હતા.