જામનગર: SP સહિતનો કાફલો બૉમ્બ સ્ક્વોડ સાથે જિલ્લા જેલ પહોંચ્યો

0
889

જામનગર: ગુજરાતમાં શાંતિ અને સલામતી જળવાઇ રહે તે ગુજરાત પોલીસનું પ્રથમ ધ્યેય છે. સુરક્ષાને લગતી વિશેષ બાબતોને કારણે ગુજરાત વધુને વધુ શાંત અને સુરક્ષીત બન્યું છે અને દેશમાં ગુજરાત રાજ્ય શાંતિ અને સમૃદ્ધિનું દ્રષ્ટાંત બન્યુ છે. જે અંગે રાજય કક્ષાના ગૃહમંત્રીના સીધા સુપરવિઝન હેઠળ રાજય પોલીસ વડા વિકાસ સહાયના આદેશથી રાજયમાં આવેલ તમામ જીલ્લા જેલ, મધ્યસ્થ જેલ તથા ખાસ જેલમાં સઘન ચેકીંગ ડ્રાઇવ રાખવામાં આવેલ છે. જેમાં તમામ જેલ તેમજ શહેર-જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે કુલ ૧૭૦૦ પોલીસ સ્ટાફ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે અને દરેક જેલમાંથી જેલ પ્રતિબંધિત વસ્તુઓની બદીનેસ્ત નાબુદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.

વધુમાં આજરોજ રાજયકક્ષાના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં પોલીસ ભવન ખાતે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરી તમામ પોલીસ અધિકારીઓને જે પ્રતિબંધિત વસ્તુઓની બદી નેસ્ત નાબુદ કરવાની કાર્યવાહી કરવા અસરકારક અને પરીણામલક્ષી કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ હતું.

હાલમાં ગુજરાત પોલીસ દ્વારા રાજયની તમામ જેલોમાં થઇ રહેલ ચેકીંગ અંગેની કાર્યવાહી ગૃહમંત્રી દ્વારા ગૃહ ખાતાના ઉચ્ચ અધિકારી તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે પોલીસ ભવન ખાતે ત્રિનેત્ર દ્વારા આ તમામ સઘન ચેકીંગ કાર્યવાહીનું જાત નિરીક્ષણ કરેલ હતું. તેમજ મુખ્યમંત્રી દ્વારા રાજયની તમામ જેલોમાં માનવ અધિકાર ભંગની કોઇ કાર્યવાહી ન થાય તે રીતે સઘન ચેકીંગ કરવા સુચના આપવામાં આવેલ તેમજ સી.એમ. ડૅશબોર્ડના માધ્યમથી રાજયની તમામ જેલોમાં થઇ રહેલ સઘન ચેકીંગ અંગેની કાર્યવાહી ગતિવિધિ ઉપર સીધી નજર રાખવામાં આવી રહેલ છે.

જામનગરમાં પણ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની આગેવાની નીચે એલસીબી, એસઓજી અને ત્રણેય ડિવિઝન પોલીસ અધિકારીઓ, પોલીસકર્મીઓ, બીડીએસ, બૉમ્બ સ્ક્વોડ સહિતનો કાફલો જેલ પહોંચ્યો હતો. આ લખાય છે ત્યારે પોણા બાર વાગ્યે ચેકીંગ ચાલી રહ્યું છે.

NO COMMENTS