જામનગર : જામનગર નજીકના દરેડ ગામે પિતાની ગંભીર બીમારીની ચિંતામાં પુત્રીએ ગળાફાસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
જામનગર નજીકના દરેડ ગામે ગોકુલધામ સોસાયટીમાં શેરી નમ્બર ત્રણમાં રહેતા નટવરભાઇ ભીખુભાઇ પરમારની પુત્રી લક્ષ્મી ઉવ ૨૦ વાળીએ ગઈ કાલે પોતાના ઘરે બેડરૂમના પંખા સાથે સાડી બાંધી ગળાફાસો ખાઈ જીવાદોરી ટુકાવી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના પિતાએ જાણ કરતા પંચકોશી બી ડીવીજન પોલીસે સ્થળ પર પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે પોલીસે મૃતકના પિતાનું નિવેદન નોંધયુ હતું જેમાં પોતાને બે માસ થી છાતી મા દુખાવો થતો હોય બીમાર રહેતા હોય જેની ચિતામા દિકરી લક્ષ્મીને મનોમન લાગી આવતા પોતાની મેળે ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું જાહેર થયુ હતું પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.