જામનગર: જામનગરમાં કિશાન ચોક વિસ્તારમાં રહેતા એક યુવાનને પ્રેમ જાળમાં ફસાવી બંસરી નામની પરિણીતાએ રૂપિયા પડાવ્યા હોવાની તેમજ તેણીના પતિએ પણ રૂપિયા પડાવ્યા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બરોડા સાસરે ચાલી ગયા બાદ પણ બંસરીએ યુવાન સાથે પ્રેમાલાપ કરી અનેક વખત શહેરની હોટેલોમાં સહવાસ માણ્યો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર પ્રકરણમાં બંસરીના પતિની પણ ભૂમિકા સામે આવી છે.
વેલેન્ટાઇનના દિવસે જ સીટી એ ડીવીજન પોલીસ દફતરમાં પ્રેમને છિન્નભિન્ન કરતો કિસ્સો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે કિશાન ચોક વિસ્તારમાં રહેતા કપીલભાઇ નવીનભાઇ વશીયરના ભત્રીજાને બંસરી નામની યુવતી સાથે પ્રેમ સબંધ બંધાયો હતો. જો કે બંસરીનો પ્રેમ સબંધ માત્ર રૂપિયા સુધી જ સીમિત રહ્યો હતો. લગ્ન બાદ વડોદરા સ્થાઈ થયેલ બંસરી સોલંકીએ યુવાન મિતને પ્રેમ જાળમાં ફસાવી શરીર સબંધ બંધાવી મારી નાખવાની ધમકીઓ આપેલ અને તેણીના પતિ એવા આરોપી પ્રતિક કનખરાએ મીતને મારી નાખવાની ધાક-ધમકીઓ આપેલ તેમજ તેના સબંધી આરોપી જુગલ ધર્મેન્દ્રભાઇ બુધ્ધ રહે. દિ.પ્લોટ-૫૫ જામનગર વાળાએ ભોગબનનાર મીતને મારવાની ધમકીઓ આપી હતી.
આ ત્રણેય આરોપીઓએ સમાન ઇરાદો પાર પાડવા સારૂ કપિલભાઈના ભત્રીજા મીત વશીયર ને બ્લેક મેઇલ કરી, કપિલભાઈ પાસેથી અને ભોગબનનાર મીત પાસેથી બળજબરીથી રૂ. રૂ.૧૮૩,૫૦૦થી વધુની રકમ પડાવી લીધી હતી. છતાં પણ યુવતી અને તેના પતિ દ્વારા વધુ રૂપિયા પડાવવા દબાણ ચાલુ રાખવામાં આવ્યું હતું. આરોપી પ્રતિક પણ જામનગર આવી મિતના પરિવાર સાથે સમાધાન કરી પૈસા લઇ ગયો હોવાની વિગતો સામે આવી છે આ ઉપરાંત બંસરીએ તો ચેકથી પચાસ હજારની રકમ પડાવી હોવાનું પણ સામે આવ્યું છે. રૂપિયા આપવા છતાં આરોપીઓ દ્વવાર વધુ પૈસા માટે મિતને સતત હેરાન કરવામાં આવતો હતો. જો કે પૈસા આપવાની ના પાડતા બંસરીએ મીત વિરૂધ્ધમાં બળાત્કારની ખોટી ફરીયાદ દાખલ કરાવી હતી. ત્યારબાદ મિતના પરિવારજનો પોલીસને મળ્યા હતા અને સમગ્ર પ્રકરણની વાત કરી હતી. જેને લઈને પોલીસે બંસરી, તેના પતિ અને જુગલ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.