જામનગર: વિવાદાસ્પદ જમીનની બીનખેતી અરજી રદ કરવાનો હુકમ કરતા કલેકટર

0
228

જામનગર શહેરના વિવાદાસ્પદ જમીન પ્રકરણમાં ચાલતા વારસાઈ વિવાદને લઈને બિન ખેતીની કરવામાં આવેલ અરજી કલેકટર દ્વારા રદ કરવામાં આવી છે. કાયદેસરનો હક્ક ધરાવતા ત્રણ વારસદારોની જાણ બહાર જમીન બિન ખેતી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા આ પ્રકરણ અંગે મહેસુલ વિભાગને જાણ કરવામાં આવી હતી. જેને લઈને કલેકટર દ્વારા બિન ખેતીની અરજી રદ કરતો હુકમ કરવામાં આવ્યો છે. જ્યાં સુધી વારસાઈ અંગેના દાવાનો નિકાલ નહી થયા ત્યાં સુધી બિન ખેતી કે અન્ય કોઈ કાયદાકીય પ્રક્રિયા ન થઇ શકે કાયદાના જાણકારોએ મત દર્શાવ્યો છે.

જામનગર શહેરમાં આવેલ જમીન અંગેના વિવાદની વિગત મુજબ, શહેરના (૩બી)ના ૭૯૦ નંબરના રેવન્યુ સર્વે નંબરની મૂળ ખેડુ ઘાચી કાસમ મુસાની જમીન આવેલ છે. દરબારી હકકથી મળેલ હે.આ.રે. ૨-૬૨-૦૪ ચો.મી. ક્ષેત્રફળ ધરાવતી આ ખેતીની જમીન પર ખેડુ ઘાચી કાસમ મુસાના સંતાનો બે પુત્રો સુલેમાન કાસમ અને હાજીઈશા કાસમ તથા ત્રણ દીકરીઓમાં મરીયમ કાસમ અબ્દુલ્લા મુસા હમીરકા, ખતીજા કાસમ ઉમર માનકીયા અને રાભીયા કાસમ ઈબ્રાહીમ મકવાણા વારસદારો હતા. જે પૈકી મહેસુલ અધિનિયમ મુજબ કાર્યવાહી દ્વારા હાજી ઈશા કાસમ દ્વારા પોતાનો હકક, હિસ્સો સુલેમાન કાસમ તરફે જતો કરેલ હતો, જયારે પુત્રીઓ મરીયમ કાસમ, ખતીજા કાસમ કે રાભીયા કાસમ દ્વારા પોતાનો વારસાઈ હિસ્સો ક્યારેય જતો કર્યો ન હતો. પોતાનો હક્ક હિસ્સો મેળવવા માટે ત્રણેય પુત્રીઓ તરફથી જામનગર સિવિલ કોર્ટમાં વર્ષ ૨૦૨૨ દરમિયાન મુસ્લિમ લો મુજબ હક મેળવવા પાર્ટીશનનો દાવો કરવામાં આવ્યો છે.

આ દાવો હાલ કોર્ટમાં વિચારાધીન છે. તેમ છતા માત્ર વ્યવસ્થા ખાતર અને કહેવાતા રેવન્યુ રેકર્ડ પર સુલેમાન કાસમ ના વારસો કાદર સુલેમાન મકવાણા, અ.ગની સુલેમાન મકવાણા, ફાતમાં સુલેમાન મકવાણા તથા  હફીઝા સુલેમાન મકવાણાના નામો રેવન્યુ રેકર્ડમાં ચાલતા હોવા છતાં  તેઓએ જમીન અન્વયે ચાલતા દાવાની તમામ હકીકત છુપાવી, આ જમીન બિન ખેતી કરવા કલેકટર સમક્ષ અરજી કરી હતી. આ ગેરકાયદેસરની કાર્યવાહી સામે મરીયમ કાસમ, ખતીજા કાસમ તથા રાભયા કાસમના વારસો દ્વારા કબજા તથા કોર્ટમાં ચાલતા દાવાની હકીકત દર્શાવી, તમામ રેકર્ડ સાથે વાંધા અરજી કરી હતી. કલેકટર દ્વારા વાંધા અરજીનો સ્વીકાર કરી  કહેવાતા રેવન્યુ રેકર્ડ પરના પાંચેય વ્યક્તિઓ સામે આવેલ વાંધા અરજી સ્વીકારી,  જમીન મહેશુલ અધિનીયમની કલમ ૬૫ અન્વયે બીન ખેતી પરવાનગી મેળવવાની અરજી દાવો પેન્ડીંગ હોવાના કારણે રદ કરેલ છે.  અરજદાર પક્ષે આ કેસમાં વાંધાદાર તરફે વકીલ ગીરીશભાઈ આર. ગોજીયા, ભાવેશ ડી. કરંગીયા તથા સચીન એમ હોરીયા રોકાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here