વિદ્યાર્થીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે જામનગર જિલ્લામાં 9002 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી 7200 ઉપરાંત વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે કે 80 ટકા ઉપરાંત પરિણામ આવ્યું છે જિલ્લાના 42 વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ મળ્યો છે તો 664 વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.
જામનગર જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 9002 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી 7004 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે 1800 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અથવા વધુ મહેનત કરવાની જરૂર છે એમ બોર્ડ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લાનું 80.28% પરિણામ આવ્યું છે. જેમાં 42 વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ પ્રાપ્ત થયો છે જ્યારે 664 વિદ્યાર્થીઓને એટલું પ્રાપ્ત થયો છે જિલ્લા પરના 7200 વિદ્યાર્થીઓનો એથી ઇવન સુધીની કેટેગરીમાં સમાવેશ થયો છે. જિલ્લાના પાંચ કેન્દ્રોની વાત કરવામાં આવે તો, સૌથી વધુ પરિણામ ધ્રોલ કેન્દ્રનું આવ્યું છે આ કેન્દ્રનું 85 જ્યારે સૌથી ઓછું પરિણામ લાલપુર કેન્દ્રનું 76% જાહેર થયું છે.
જામનગર કેન્દ્ર પર 4221 ધ્રોલ કેન્દ્ર પર 1162 કાલાવડ કેન્દ્ર પર 829 લાલપુર કેન્દ્ર પર 475 અને જામજોધપુર કેન્દ્ર પર 540 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જે અનુક્રમે ટકાવારીની દ્રષ્ટિએ 78.૫૭ ૮૫.૬૩ 84.16 અને 76.24% તથા 81.20 ટકા પરિણામ જાહેર થયું છે.
આ પરિણામની ઉડીને આંખે વળગે તેવી વાત એ છે કે કોરોના કાર્ડ વખતે ધોરણ 10માં માસ પ્રમોશન લઈને ધોરણ 12 માં આવેલા વિદ્યાર્થીઓએ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપી હતી અને ઓછું પરિણામ પ્રાપ્ત કર્યું છે.