નાગરિકે કલેકટરને રી-ટ્વીટ કરી કેમ કહ્યું, ‘પોલીસને ભાઠા મારવાની છૂટ આપો’

0
759

જામનગર : જ્યારથી દેશમાં કોરોના વાયરસ સંક્રમિત થયો છે ત્યારથી વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર અને પોલીસ પ્રસાસન કોરોનાને નાથવા માટે રાતદિવસ ઉજાગરા કરી રહ્યું છે. શરૂઆતના એક માસના તબ્બકા સુધી સાવચેતી અને અગમચેતીના પરિણામે એક પણ કેશ નોંધાયો ન હતો. પરંતુ લોકડાઉન બે ને અનલોક એક-બેમાં જામનગર સહીત રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ તીવ્ર ગતિથી વધ્યું છે. સુપર સ્પ્રેડરને શોધવોએ એક પણ તંત્ર માટે નામુમકીન સમું બની રહ્યું છે ત્યારે વહીવટી પ્રસાસન પાસે જાગૃતિ અને શિખામણ અને સમજણ આપવા સિવાય વધુ સરળ કોઈ માર્ગ જ રહ્યો નથી.

જામનગર કલેકટર દ્વારા સમયાન્તરે જરૂરી સુચના અને સાવચેતીભર્યા સંદેશાઓ પાઠવી નાગરિકોને સજાગ કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં વધી રહેલા દર્દીઓ અને મૃતકને લઈને કલેકટરે મીડિયા બ્રીફ કરી એક વિડીયો જામનગર કલેકટરના ટ્વીટર એકાઉન્ટમાં અપલોડ કર્યો હતો. વિડીયો અપલોડ થતા જ નાગરિકોએ પણ પોતાના પ્રતિભાવો આપી રી-ટ્વીટ કરવા લાગ્યા હતા.

વિસાણી મયુર અને રાજેશ બારોટ અને સંજય જાનીએ વિડીયોને વધાવી સારા સંદેશ તરીકે વખાણ કર્યા હતા. જયારે અજય મકવાણાએ તો કહી જ દીધું હતું કે, ‘લોકોને પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે બહાર રહેવું પડે છે.કામ કરવું પડે છે તો તેમને ખાવા મળે છે. જીલ્લા સમાહર્તાના જાગૃતિભર્યા સંદેશની નિંદા કરી બીજી રી-ટ્વીટ કરી અજયે કહ્યું હતું કે લોકડાઉન એક ઉપાય છે…બાકી તો આમ જ રહેશે એવો પ્રતીભાવ આપ્યો છે.

અમિત વ્યાસ એડવોકેટ એન્ડ નોટરીએ કલેકટર, આરોગ્ય વિભાગ અને આરોગ્ય સચિવ જેપી શીવહરેને ટેગ  કરી લખ્યું છે કે, ‘સર, સંક્રમણ રોકવા ફરી વાર એક કડક લોકડાઉન જરૂરી છે’ જયારે મિત ૦૭એ લખ્યું છે કે, સાચું લોકો ફેસમાસ્ક વિના જઇ રહ્યા છે અને સામાજિક અંતરનું ઉલ્લંઘન કરે છે … આવા નિયમોનું ઉલ્લંઘન કરવા માટે એક ભારતીય રાજ્યએ 1 લાખની ઘોષણા કરી છે આપણે પણ તેવું જ કરવું જોઈએ અથવા એવો દિવસ આવે છે જામનગરમાં હજારો મૃત્યુ થશે …

જયારે વિષ્ણુ સમંડિયાએ પણ કલેકટર, આરોગ્ય વિભાગ અને આરોગ્ય સચિવ જેપી શીવહરેને ટેગ  કરી લખ્યું છે કે, સર કૃપા કરીને સામાજિક અંતર અને માસ્ક પહેરીને 100% પાલન લાગુ કરો. નહીં તો આપણે હવે પછીની દિલ્હી મુંબઇ અમદાવાદ સુરત હોઈશું …. તેમના જેવા સ્રોત નહીં હોય. ખાસ કરીને દુકાનદાર, શેરી વિક્રેતાઓ, મિલ્કમેન, જે સામાન્ય રીતે દિશાઓનું ઉલ્લંઘન કરે છે.

બ્રીજરાજસિંહ સોઢાએ સલાહના ભાવથી લખ્યું કે, ‘ મેડીકલમાં દવા લેવા જતા લોકોનું રજીસ્ટર મેઇન્તેઇન કરો,

જયારે હરી પરમારે તો ત્યાં સુધી કહી નાખ્યું કે ‘લાતો કે ભૂત બાતો સે નહી માનતે ,

સૌથી મજેદાર રી-ટ્વીટ ભાવેશ વીંઝૂડા નામના નાગરિકે લખ્યું છે, તેઓના પ્રતીભાવ મુજબ, ‘એક પણ કેશ ન હતો ત્યારે પોલીસ તો ઠીક છે, હોમગાર્ડના જવાનો પણ અમુક વિસ્તારમાં ઘરે આવીને ભાઠા મારી જતા, હવે આટલા કેશ છે તો પોલીસને રોકી રાખી છે, છૂટ આપી દિયો, ભાઠા મારવાની ત્યારે બધા સુધરશે, બાકી એકય અમલ કરે એવા નથી.

NO COMMENTS