જામનગર: અનધિકૃત ધાર્મિક બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું

0
725

જામનગર નજીક ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાં ગેરકાયદેસર ઉભી કરવામાં આવેલી એક ધાર્મિક બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે. વન વિભાગ, જિલ્લા પ્રશાસન અને પોલીસની સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજ વહેલી સવારથી આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને બપોર સુધીમાં ધાર્મિક બાંધકામ તોડી પાડી લગભગ એક વિઘામાં ફેલાયેલ દબાણ ખુલ્લું કરવામાં આવ્યું હતું.

રાજ્યના સાગર કિનારે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે સરકાર દ્વારા ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. બેટ દ્વારકા કચ્છ બાદ આજે જામનગરમાં આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું. જામનગર નજીકના ખીજડીયા સેન્ચુરી વિસ્તારમાં ગેરકાયદેસર કરવામાં આવેલ ધાર્મિક બાંધકામને તોડી પાડવામાં આવ્યું. લગભગ દોઢ દાયકા પૂર્વે અસ્તિત્વમાં આવેલા આ બાંધકામ ભવિષ્યમાં દેશનો ખતરો ન બને તે હેતુસર ફોરેસ્ટ પોલીસ અને વહીવટી તંત્રએ આ બાંધકામ હટાવ્યું હતું.

જામનગર પ્રાંત, ગ્રામ્ય મામલતદાર, નાયબ મામલતદાર અને વન વિભાગ વહેલી સવારથી પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લગભગ એક વિઘા વિસ્તારમાં ઉભું કરવામાં આવેલ બાંધકામ બપોર સુધીમાં તોડી પાડવામાં આવ્યું હતું. જામનગર આસપાસ તેમજ જિલ્લાના સાગર કિનારે આવેલા ગેરકાયદેસરના તમામ ધાર્મિક બાંધકામો તોડી પાડવામાં આવશે એમ તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here