જામનગર ઉદ્યોગ નગર વિસ્તારમાં દરવાજાના હેન્ડલ બનાવતી એક પેઢીમાંથી પેઢીમાં જ નોકરી કરતા એક શખ્સે સાત લાખની કિંમતના બ્રાસના હેન્ડલની ચોરી કરી હોવાની સીટી સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્રણ માસના ગાળામાં અલગ અલગ કંપનીઓને આ હેન્ડલ વેચી નાખ્યા હોવાની આરોપીએ તેના માલિક સમક્ષ કબૂલાત કર્યા બાદ આ સમગ્ર પ્રકરણ પોલીસ દફ્તરે પહોંચ્યું છે.
જામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર એકતા બિલ્ડીંગમ રહેતા અને ઉદ્યોગ નગર એસોસિએશનની બાજુમાં નિયો ઇન કોર્પોરેશન નામની પેઢી ચલાવતા જૈમીન ભાઈ દિલીપભાઈ શાહ નામના વેપારીએ તેના જ પેઢીમાં કામ કરતા કર્મચારી કમલેશ કિશોરભાઈ કંબોયા સામે ચોરી સંબંધિત ફરિયાદ નોંધાવી હતી. આ પેઢીમાં માલ પેક કરવાનું અને એ જ માલ ટ્રાન્સપોર્ટ માં દેવાનું કામ કરતા આ શકશે છેલ્લા ત્રણેક વર્ષના સમય દરમિયાન પેઢીમાંથી રૂપિયા 7 લાખ કિંમતના 460 નંગ મોટાઈઝ હેન્ડલની ચોરી કરી હતી. તારીખ પહેલી ના રોજ રાજ્ય બહારના કોઈ કસ્ટમરનો ફોન આવતા જયમીનભાઇએ હાજર સ્ટોક ચેક કરાવ્યો હતો.
જેમાં ગાજીયાબાદથી આવેલ એસ હાર્ડવેર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના બોક્સમાં ઓછા નંગ જોવા મળ્યા હતા. જેને લઈને પેઢી દ્વારા જુના બિલ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં કુલ 460 નંગ ઓછા હોવાનું સામે આવ્યું હતું. જેથી પેઢીમાં પેકિંગ તથા ટ્રાન્સપોર્ટ કરવાનું કામ કરતા કમલેશ કિશોરભાઈ કમોયાની તેઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેઓએ ત્રણે મહિનાના સમયગાળા દરમિયાન પેઢીમાંથી અલગ અલગ સમયે રૂપિયા 7 લાખના મોર્તાઈઝ હેન્ડલ ચોરી કરી વેચી માર્યા હોવાનું કબૂલ્યું હતું. જૈમીન ભાઈએ આ શખ્સ સામે સીટી સી ડિવિઝન પોલીસમઆ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પીએસઆઇ હિંગરોઝા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.