જામનગર : ફિટકાર છે નરાધમ પર…વધુ એક માસુમ બાળકી પર બળાત્કાર

0
882

જામનગર અપડેટ્સ : છેલ્લા એક મહિનામાં છોટી કાશી તરીકે ઓળખતા અને પવિત્ર ભૂમિ તરીકેની નામના ધરાવતા હાલારમાં દુષ્કર્મની ફરિયાદ પર ફરિયાદ સામે આવી રહી છે. ગઈ કાલે શાળાના આચાર્યએ બાળકી સાથે અડપલા કર્યાનનો બનાવ હજુ તાજો જ છે ત્યાં આજે લાલપુર તાલુકાના એક ગામડામાં માત્ર નવ વર્ષીય બાળકી પર બળાત્કારની ઘટના સામે આવી છે. જેને લઈને વધુ એક વખત જીલ્લો બદનામ થયો છે. બાળકીના નજીકના સબંધી એજ આ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

જીલ્લામાં ચકચારી બનેલ જધન્ય ઘટનાની વિગત મુજબ, લાલપુર પંથકના એક ખોબા જીવદા ગામમાં ગુરુવારે પરિવારના સભ્યો પોતાની વાડીએ કામ કરવા ગયા હતા ત્યારે પડોશમાં જ રહેતા તેના જ પરિવારના એક સગીર નરાધમે નવ વર્ષની બાળકીને પર નજર બગડી હતી. બાળકીના ઘરે કોઈ ન હોવાનું જાણી ગયેલ સખ્સે તેણીની પાસે જઈ બળજબરી પૂર્વક બળાત્કાર ગુજરી બાળકીને પીંખી નાખી લોહી લુહાણ કરી નાખી હતી. આરોપીના બદકૃત્યની અતિ પીડાથી બાળકી રડવા લાગતા આરોપી પોબારા ભણી નાશી ગયો હતો. દરમીયાન કામ પરથી આવેલ પરિવારે રડતી બાળકીની હાલત જોઈએ પરિસ્થિતિને પામી ગયા હતા. બાળકીને રડતા રડતા સમગ્ર ઘનતા અંગે પરિવારને જણાવતા તેણીને હોસ્પિટલ પહોચાડી સારવાર અપાવી પોલીસમાં જાણ કરી હતી. જેને લઈને પોલીસે આરોપી સામે બળાત્કાર અને પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ શરુ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here