જામનગર : પાણી સમસ્યા માટે ઢોલ પીટી સતાધીશોને બેઆબરૂ કરતા ભાજપના મહિલા નગરસેવિકા

0
573

જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલ મધુવન સોસાયટીમાં લાંબા સમયથી પીવાના પાણી સાથે ગટરનું પાણી ભળી જવાની સમસ્યા સર્જાઈ છે. એક પખવાડિયાથી શરુ થયેલ આ દોર હજુ પણ યથાવત છે જેને કારણે સોસાયટીવાસીઓ તંગ આવી ગયા છે. લતાવાશીઓની આ સમસ્યામાં આજે સાથ આપ્યો ભાજપના કોર્પોરેટર રચના નંદાણીયાએ ભાજપના સાસનમાં પ્રજાની સમસ્યાને લઈને ભાજપના જ નગરસેવિકાએ લતાવાશી બહેનોને સાથે રાખી ઢોલ પીટી રેલી કાઢી હતી. ત્યારબાદ મહાનગરપાલિકા પરિશરમાં જ ઢોલ વગાડી બહેરા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં સુધી તંત્ર દ્વારા ગટર લીકેજનો સર્વે કરી સમાધાનકારી વલણ નહી અપનાવાઈ ત્યાં સુધી નગરસેવિકાએ કમિશ્નરની ચેમ્બર બહાર ધરણા શરુ કર્યા છે.

જામનગરના નવાગામ-ઘેડ વિસ્તારમાં નળ વાટે ગટરના ગંદા પાણી વિતરણ થતા હોવાના મુદ્દે આજે ભાજપના કોર્પોરેટર દ્વારા ઢોલ વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ કમિશ્નર કાર્યાલયમાં બેસી અને પ્રશ્નનો નિવેડો લાવવા માંગણી કરી હતી. જામનગર શહેરના નવાગામ-ઘેડ ના મધુવન સોસાયટીમાં પંદર દિવસથી નળ વાટે ભૂગર્ભ ગટરના ગંદા પાણીનું વિતરણ થઈ રહ્યું છે. આ અંગે રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા દાદ આપવામાં નહીં આવતા આખરે આજે ભાજપના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ ઢોલ વગાડી મહાનગરપાલિકાના શાસકોની ઊંઘ ઉડાડવા પ્રયાસ કર્યો હતો. તેમણે મહાનગરપાલિકા પટાંગણ ઉપરાંત કમિશ્નર કાર્યાલયમાં ઢોલ વગાડ્યા હતાં. અને ત્યાં જ અડીંગો જમાવી પ્રશ્નનો નિવેડો લાવવા માંગણી દોહરાવી હતી. તેમના જણાવ્યા મુજબ અધિકારી એમ કહે છે કે, અગાઉ ભૂગર્ભ ગટરનું નબળું કામ થયું છે તેનો ભોગ બનવું પડ્યું છે. આથી ફોલ્ટ મળતો નથી, હવે તમામ કામગીરી બીજી વખત કરવી પડે તેમ છે. જો કે આ સમસ્યા નો નિરાકરણ લાવવા તેઓએ ઉગ્ર રજુઆત કરી છે અને જો સમસ્યા નો નિરાકરણ નહિ આવે તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

NO COMMENTS