જામનગર: ભાજપા લોકસભાના ઉમેદવાર કોણ ? આજે ત્રણ નામ પર મહોર લાગશે, ગાંધીનગર પહોચી બંને જીલ્લાની સંગઠનની શહેર-જીલ્લાની ટીમના પ્રમુખ અને મહામંત્રીઓ સંકલન બેઠકમાં ત્રણ-ચાર સભ્યોની પેનલ સ્પષ્ટ થશે. આ નામ ઉપર આજ અને આવતી કાલે યોજાનારી પાર્લામેન્ટરી બેઠકમાં ચર્ચા થશે અને મહિનાના અંતે દિલ્લી ખાતે યોજાનાર અખિલ ભારતીય પાર્લામેન્ટ્રી બોર્ડ બેઠકમાં અંતિમ નામ પર મહોર લાગશે એમ જાણવા મળ્યું છે.
લોકસભાની ચુંટણીના ઢોલ ઢબુકી ચુક્યા છે. ભાજપાએ અબકી બાર ૪૦૦ કે પાર એવો ગોલ નીચ્ચિત કર્યો છે. ભાજપાએ સેન્સ પ્રકિયા પૂર્ણ કરી છે. રાજ્યભરમાં ગઈ કાલે ત્રણ નિરીક્ષકોની ટીમ દ્વારા ભાજપાના કાર્યકરોને સાંભળ્યા હતા. આ વખતે સેન્સ પ્રકિયાની જૂની સીસ્ટમને અપગ્રેડ કરવામાં આવી છે અને મોટા ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતે સીસ્ટમ ચેન્જ કરવામાં આવી, પ્રથમ સીસ્ટમ એવી હતી કે દાવા આવે એનું એક પત્રક બને છે જેમાં દાવેદારનું નામ, જ્ઞાતિ, કેટલી ચુંટણી લડી છે, સંગઠનની જવાબદારીમાં કોઈ ભૂમિકા છે કે કેમ ? વગેરે જુદી જુદી વિગતો દર્શાવતી ૨૦ થી ૨૫ કોલમ ભરવાની હોય છે.
નિરીક્ષકોની ટીમએ પત્રક જિલ્લા પ્રમુખને આપે અને પ્રમુખ તેમાં વિગતો ભરે, પણ આ વખતે આ તમામ પ્રક્રિયા નિરીક્ષકોને જ કરવા પાર્ટીએ આદેશ આપ્યો હતો. નિરીક્ષકોની ટીમ સુધી પ્રત્યક્ષ દાવેદારી ન આવી હોય તો પણ ઉમેદવારોએ મોકલેલ બાયોડેટાના આધારે તેની દાવેદારી સ્વીકારવામાં આવી છે. આ દાવેદારોના પત્રક ભરી નિરીક્ષકોએ ગાંધીનગર પહોચાડી આપયા છે. આજે ભાજપાની પાર્લામેન્ટરી બોર્ડ બેઠક યોજાવવાની છે.
આ બેઠક પૂર્વે એક સંકલન બેઠક કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાના બંગલે યોજાશે, આ પત્રક સંકલન બેઠકમાં ખુલશે, જેમાં નિરીક્ષકોની ટીમ પતા ખોલશે, આ પત્રકમાં ત્રણ કે ચાર ઉમેદવારોના નામની પેનલ નક્કી થશે. આ પેનલને રાત્રીના યોજાનાર પાર્લામેન્ટ્રી બેઠકમાં મુકવામાં આવશે. જયારે આ જ પેનલ તા. ૨૯ મીના રોજ દિલ્લીની યોજાનારી અખિલ ભારતીય પાર્લામેન્ટરી બોર્ડમાં ચાર પૈકી એક નામ નિશ્ચિત કરવામાં આવે તેવી ચોક્કસ શક્યતાઓ છે. દિલ્મલી બેઠક બાદ પહેલી એપ્રિલના રોજ ૧૨૦ બેઠકના નામ જાહેર કરવામાં આવે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ યાદીમાં ગુજરાતના એક બે બેઠકના ઉમેદવારના નામની જાહેરાત થઇ શકે છે એમ પણ જાણવા મળ્યું છે.