જામનગર: લગ્નના કામેથી પરત ફરતા બાઈક ચાલકને ઇકોની જીવલેણ ઠોકર

0
164

જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના રસનાળ ગામથી પીઠળ ગામ તરફ જતા રસ્તા પર પુર ઝડપે દોડતા એક ઇકોએ મોટર સાયકલને જોરદાર ઠોકર મારી નીપજાવેલ અકસ્માતમાં મોટર સાયકલ ચાલકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે. મોરાણા ગામેથી લગ્નના કામે ગજળી ગામેં ગયેલ પ્રૌઢ મોટરસાયકલ પર પરત ફરતા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ઈજાગ્રસ્ત પ્રૌઢને છોડીને નાશી જવાને બદલે ઇકો ચાલકે બચાવવાનો પ્રયાસ કરી તેઓને હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે ઈજાગ્રસ્ત પ્રૌઢને બચાવી શકાયા નહતા.

જોડિયા તાલુકાના મોરાણા ગામે રહેતા રાયધનભાઇ ભગવાનભાઈ બસિયા ઉવ ૫૫ નામના પ્રૌઢ ગઈ કાલે તા..૨૭/૧૨/૨૦૨૩ ના રોજ સાંજે ચારેક વાગ્યે પોતાનું મોટર સાયકલ લઇ રસનાળગામથી પીઠળગામ જતા શીતળા માતાજીના મંદીર પાસે રોડ પરથી પસાર થતા હતા. ત્યારે ઈકો ગાડી રજી નં.જી.જે.૩૬ એ.સી.૫૫૦૦ના ચાલક નરેશભાઇ ગોવિંદભાઇ પઢીયાર રહે.પીઠળ ગામ તા.જોડીયા જી.જામનગર વાળાએ મોટર સાયકલ રજી નં-જી.જે.૧૦.બી.એચ. ૬૬૩૨ને જોરદાર ઠોકર મારી અકસ્માત નીપ્જાવ્યો હતો. જેમાં રાયધનભાઈ ભગવાનભાઇ બસિયાને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવ બાદ ઇકો ચાલક નરેશભાઈ નાશી જવાને બદલે ગંભીર રીતે ઘવાયેલ પ્રૌઢને પોતાની જ ઇકોમાં બેસાડી ધ્રોલ હોસ્પિટલ લઇ ગયા હતા. જો કે ટૂંકી સારવાર દરમીયાન પ્રૌઢનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ નોંધી હતી. મૃતક લગ્નના કામે ગજળી ગામે ગયા હતા ત્યાંથી પરત ઘરે ફરતી વેળાએ અકસ્માતનો ભોગ બની ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here