જામનગર: જુનું ભૂત ફરી ધુણ્યું, મોટા ગજાના બિલ્ડરને સાત સમુદ્ર પારથી આવ્યો વાયક, કહ્યું કે…

0
2335

જામનગર: બે વર્ષ પૂર્વે જમીન માફિયાઓ સામે સરકારે અંગત રસ લઇ ચલાવેલ સ્પેશ્યલ ઓપરેશન બાદ જામનગરની બિલ્ડર લોબીએ રાહતનો શ્વાસ ભર્યો હતો. એક સમયે અસમાન પાર કરી ગયેલ રીયલ એસ્ટેટનો વ્યવસાય ધીરે ધીરે ફરી એક ગતિએ ધમધમવા લાગ્યો છે ત્યાં જ ફરી એ જ માહોલ ઉભો થઇ રહ્યો હોવાના ભણકારા વાગી રહ્યા છે. એક મોટા ગજાના બિલ્ડરને સાત સમુન્દર પારથી ફરી એવો જ ધમકી ભર્યો કોલ આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે. આ બિલ્ડરે ઉચ્ચ પોલીસ અધિકારીને જાણ પણ કરી હોવાની વિગતો સામે આવી રહી છે ત્યારે સવાલ એ છે કે શું ફરી જામનગર એ જ દિશામાં ધકેલાશે જે દિશાનો દાયકો વીતી ગયો છે.

દાયકા પૂર્વે જામનગરનો માહોલ ભયજનક બન્યો હતો જયારે બિલ્ડર્સ સહિતની માલેતુજાર લોબી પાસેથી સલામતીની ધમકી આપી કરોડો રૂપિયાની વસુલી કરવામાં આવતી હતી. ખાખીની મીઠી નજર તળે ચાલતી આવી પ્રવૃત્તિ ક્યાંકને ક્યાંક સરકાર માટે પણ ચેલેન્જિંગ બની હતી. છેવટે સરકારે જ કંકુના કરી સુવ્યસ્થિત ચાલતી ગુંડાગીરીને નાથવા ઓપરેશન ચલાવવું પડ્યું હતું. માંડી મોટા ગજાનો વ્યાપારી વર્ગ ત્રસ્ત બન્યો, ધીરે ધીરે સરકાર સામે પણ બાયો ચડાવવામાં આવી, ત્રણેક વર્ષ પૂર્વે સરકારને આવો એહસાસ થતા જ રીતસરનું ઓપરેશન  પાર પાડવામાં આવ્યું, આ જ ઓપરેશનમાં તૃપ્ત નામી ચહેરાઓની ખૂલેલ દુકાનો રીતસરની બંધ કરી દેવામાં આવી તો પરદા પાછળના રાજકીય ચહેરાઓને કાનમાં જ ન કહેવાયું પણ ચોરા પર જઈ સરકારે કારકિર્દી પર જાણે પૂર્ણ વિરામ મૂકી દીધું છે. છેલ્લા ત્રણેક વર્ષથી નગરનો મંજર નિરવ શાંત બન્યો છે. ત્યાં ગુમનામીમાં ધકેલાયેલ માથાભારે ચહેરાઓ ફરી સળવળ્યા હોવાની વાત સુત્રોમાંથી જાણવા મળી છે. વાત તો એ જ જૂનીને જાણીતી જ છે. દાયકા પૂર્વેના લાલપુર રોડ પરના કરોડોના જમીન કૌભાડમાં જામી ગયેલ ધૂળ પર ફરી ફૂંક મારવામાં આવી છે. જે તે સમયે એ જમીનમાં દિલચસ્પી ધરાવતા એક મોટા ગજાના બિલ્ડરે ઢેર થઇ ગયેલ ચહેરાઓને અમુક વાયદાઓ કર્યા હતા. જો કે આ વાયદાઓ પૂર્ણ થયા ન હતા. એ જ વાયદાઓને યાદ અપાવી તાજેતરમાં એ જ મોટા ગજાના બિલ્ડરને સાત સમુંદર પારથી ટેલીફોન આવ્યો હોવાની વિગતો સુત્રો માંથી જાણવા મળી છે. કરોડો રૂપિયાની જમીનના ભાગને લઈને બિલ્ડરને યાદી અપાવવામાં આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. સુત્રોનું માનવામાં આવે તો આ બાબતે બિલ્ડરે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મૌખિક વાતચીત કરી મધ્યસ્થી માટે કહેડાવ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જો સુત્રોની વાત સાચી હોય તો શાંત જામનગર ફરી દાયકા પૂર્વેની ગર્તામાં ધકેલાતું ભાસી રહ્યું છે. હાલ તો આ મુદ્દો બિલ્ડર લોબીમાં ટોકિંગ પોઈન્ટ બન્યો છે.

NO COMMENTS