મારી બહેન સાથે તું હજી કેમ પ્રેમ સંબંધ રાખે છે કહી યુવાન પર હુમલો

0
822

જામનગરમાં ભીમવાસ વિસ્તારમાં ફોરેસ્ટ ખાતા સામે નવા બની રહેલા ઓવરબ્રિજ નજીક એક યુવાનને બોલાવી સાત શખ્સોએ હુમલો કરી માર મારી ગંભીર ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઇ છે. સાત પૈકીના એક આરોપીની બહેન સાથે યુવાનને પ્રેમ સંબંધ હોવાથી અને આ પ્રેમ સંબંધના મનદુઃખને લઈને હુમલો કરાયો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. સાત પૈકીના એક આરોપીએ હાથ અને કમરથી નીચેના ભાગે છરીના ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે.

જામનગરમાં ભીમવાસ શેરી નંબર ત્રણમાં પંજાબી ધાબા સામે રહેતા આરીફભાઇ દાઉદભાઈ થઈ નામના 20 વર્ષના યુવાનને રોજ રાત્રે ઘરે આવેલ સતીશ નામનો શખ થોડું કામ છે ચાલ એમ કહી બહાર બોલાવી ગયો હતો. દરમિયાન ફોરેસ્ટ ખાતા સામે નવા બની રહેલા ઓવરબ્રિજ નજીક આદિત્ય બારૈયા ચિરાગ જયેન્દ્ર વિપુલ બામણીયા ધુલો અને ધવલ નામના અન્ય શાસકસો મળી ગયા હતા આ છ પૈકીના આદિત્ય બારૈયા નામના આરોપીએ આરીફને કહ્યું હતું કે ‘મારી બહેન સાથે હજી તું કેમ પ્રેમ સંબંધ રાખે છે ? એટલું કહી ઉશ્કેરાઈ જઈ વાણી વિલાસ આચરી એક ઝાપટ મારી હતી.

દરમિયાન આરોપી ચિરાગે પોતાના નેફામાંથી એક છરી કાઢી ડાબા હાથના કાંડાના ભાગે ઘા કર્યો હતો દરમિયાન જયેન્દ્ર અને સતિશે ભેગા મળીને આરીફ પર છરી વડે હુમલો કરી, આડેધડ બાર ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી ઢીકા પાટુનો માર માર્યો હતો. આ ઉપરાંત વિપુલ, ધુલો અને ધવલ નામના ત્રણેય શખ્સોએ પણ ત્યાં આવી પહોંચી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે પોલીસે તમામ શખ્સો સામે ફરિયાદ નોંધી હતી.

NO COMMENTS