શહેરીજનો તો ઠીક મહાપાલિકાએ ખેડૂતોને પણ ન છોડ્યા, આવી છે સમસ્યા

0
563

જામનગર : શહેરની ભાગોળે મહાનગરપાલિકાના ધન કચરાના ડમ્પીંગ પોઇન્ટના વિરોધમાં વિભાપર ગામના ખેડુતો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતાં અને મહાનગરપાલિકાના કચરા માટેના કચરાના વાહનોને અટકાવી વિરોધ નોંધાવ્યો હતો.

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ધન કચરાને વિભાપર સીમ વિસ્તારમાં ડમ્પિંગ બનાવી દેવામાં આવ્યો છે. ગંદા કચરાના કારણે જમીન બંજર બની જતા અને ખુબ જ પ્રદુષણ થાય છે. જેને લઈને અવારનવાર રજુઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આજે ખેડુતો રસ્તા પર આવ્યા હતા અને કચરાની ગાડીઓ રોકાવી લીધી હતી. આજે રોષે ભરાયેલા વિભાપર ગામના ખેડુતો અને ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કરતા તંત્ર દોડતું થયું હતું.

અતિ ખરાબ કચરાના કારણે ખેડૂતોએ ત્રણ-ચાર વખત વાવેતર કરવા છતાં પાક ન ઉગ્યો હોવાની રાવ કરી છે. જો અહી ડમ્પીંગ પોઇન્ટ બંધમાં નહી આવે તો ખેડૂતોએ આંદોલન અને આત્મવિલોપન કરવાની તૈયારી દર્શાવી છે. ખેડૂતોના વિરોધને લઈને લઇને મહાનગરપાલિકાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતાં.

NO COMMENTS