જામનગર : કાલાવડ પંથકમાં વધુ એક સખ્સ દેશી કટ્ટા સાથે પકડાયો

0
667

જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લાના કાલાવડની મ્યુનીસીપલ બરોના નગરસેવક પિસ્તોલ સાથે પકડાયા બાદ વધુ એક સખ્સને આજે એસઓજી પોલીસે દેશી કટ્ટા સાથે પકડી પાડ્યો છે. દેશી બનાવટના તમંચો ક્યાંથી અને કોની પાસેથી લઇ આવ્યો છે તેમજ આ હથિયારથી કોઈ વારદાતને અંજામ આપ્યો છે કે કેમ ? સહિતનો તાગ મેળવવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર જીલ્લામાંથી હથિયાર પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે એસઓજી પોલીસે કાલાવડ તાલુકાના નાના પાંચદેવડા ગામે દરોડો પાડયો હતો જેમાં સાજીદ હારુનભાઈ મલેક નામના સખ્સને આંતરી લીધો  હતો. આ સખ્સ પાસે લાંબા સમયથી તમંચો હોવાની ચોક્કસ હકીકત સામે આવતા એસઓજી પોલીસે કાર્યવાહી કરી હતી. જેમાં આ સખ્સના કબજામાંથી રૂપિયા પાંચ હજારની કીમતનો એક તમંચો મળી આવ્યો હતો. એસઓજી પોલીસે આ સખ્સને પકડી પાડી તમંચો અને આરોપીને ગ્રામ્ય પોલીસને કબજો સોંપ્યો હતો. કાલાવડ પોલીસે આરોપી સામે આર્મ્સ એક્ટ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

NO COMMENTS