સમાજમાં ફરી એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. બાળક એ ભગવાન એ આપેલી એક દેન છે અને તેને જન્મ લેવો અને સમાજમાં તેને સારું અને સરસ જીવન જીવવાનો તે તેનો જન્મસિદ્ધ અધિકાર છે. પરંતુ જામનગર એક શરમ જનક કિસ્સો સામે આવ્યો છે.જામનગરનાં ગુલાબનગર વિસ્તારમાં એક અજાણી મહિલા તેનાં 9 દિવસના બાળક પ્રિન્સને રસ્તા પર મૂકી ચાલતાં થયાં ત્યાં સ્થાનિક લોકોએ તેમને જોઈ જતાં તેમને રોક્યા. ત્યારબાદ 181ની ટીમને કોલ કર્યો.
181ની ટીમ સ્થળ પર પહોંચી બહેન સાથે વાત-ચીત કરતાં બહેનનાં જણાવ્યા પ્રમાણે તેઓ મૂળ મહારાષ્ટ્રના છે. તેઓના લવ મેરેજ છે. તેઓના પતિ 12 મહિનાથી એમ. પી. ના જેલમાં છે. તેમનું સાસરું નાની રાફૂદળ છે. પરંતું તેઓ અલગ ધ્રોલ રહેતા હતાં.
બહેનને બાળકને અહી મૂકી ને જવાનું કારણ પૂછતાં વધુમાં જણાવ્યું કે તેઓ પોતાની પરિસ્થિતિના કારણે તેમના બાળકને વ્યવસ્થિત રીતે ઉછેરી શકે તેમ નથી.
181ની ટીમ ઘટનસ્થળે ગઈ ત્યારબાદ પોલીસ અધિકારીઓ પણ ત્યાં આવ્યા અને હાલ બહેનને 181ની ટીમ પોલીસ અધિકારી સાથે મળી સિવિલ હોસ્પિલ ખાતે લઇ આવેલ અને ત્યાં એમ.એલ.સી. થશે તેમજ બાળકને કમરાની અસર હોવાથી બાળકને ત્યાં એડમિટ કરાવેલ અને આગળની કાર્યવાહી માટે બહેનને પોલીસ સ્ટેશન સોંપેલ.
181ની ટીમના સફળ કાઉન્સિલિંગ બાદ બહેન હવે તેમના બાળકને રાખવા માટે તૈયાર થયાં છે અને તેને તેની આ ભૂલ સમજાઇ ગઇ છે અને હવે તેને તેની આ ભૂલ માટે પસ્તાવો થાય છે. ફરી હાલ 181ની ટીમ કાઉન્સેલર પૂર્વી પોપટ, કોન્સ્ટેબલ ઇલાબા ઝાલા અને પાયલોટ સુરજીત સિંહ વાઘેલા દ્રારા બાળકને ફરી ઍક નવું જીવન મળ્યું છે હાલ બાળક જી. જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે..