જામનગર : જામનગરમા કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણ અને મૃત્યુઆંકને લઈને જલારામ મંદિરના સંચાલક મંડળે મહત્વનો નિર્ણય કરી સમયાન્તરે સેનેતાઈજ કરવાનો નિર્ણય કર્યો છે. આજ થી જ ભાવીઓની આરોગ્ય સુખાકારી માટે મંદિર અને ગર્ભગૃહમાં સેનેતાઈજીંગ કરવામાં આવ્યું હતું.
જામનગર શહેરમાં છેલ્લા એક માસથી લોકલ સંક્રમણનું પ્રમાણ તીવ્ર ગતિએ વધ્યું છે. દરરોજ બે આંકડામાં દર્દીઓ નોંધાઈ રહ્યા છે. ત્યારે વહીવટી પ્રસાસને તમામ જનતાને સચેત કરી ખાસ કરીને વૃધ્ધોને ખુબ જ તકેદારી રાખવા સુચન કર્યું છે. વહીવટી તંત્રની અપીલને ધ્યાને રાખી હાપા ખાતેના જલારામ મંદિર પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જે મુજબ મંદિરમાં વાયરસ સંક્રામિત ન થાય તે માટે સમયાન્તરે મંદિર સેનેટાઈઝ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજ થી જ મંદિરને સેનેટાઈઝ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. જેથી મંદિરમાં આવતા ભાવિકો જેમાં પણ વૃદ્ધ ભાવિકોના આરોગ્ય તંદુરસ્ત રહી શકે. જલારામ મંદિર પ્રસાસનના આ નિર્ણયને અન્ય મંદિરોએ પણ આવકારી દરેક મંદિરમાં સેનેટાઈઝ કરવા આગળ આવવું જોઈએ જેથી ભાવિકોની આરોગ્ય સુખાકારી જળવાઈ રહે,