જામનગર : મહાકાય રિલાયન્સ કંપનીનાં સર્વેસર્વાં મુકેશ અંબાની પોતાના પરિવાર સાથે લાંબા સમયથી જામનગર (મોટી ખાવડી)માં આવેલ વિશાળ રહેણાંક બંગલાને બીજું ઘર બનાવ્યું હોવાની વિગતો સુત્રો માંથી સામે આવી છે. જો કે અંબાણી પરિવારના જામનગર ખાતેની હાજરી અંગે રિલાયંસ દ્વારા સતાવાર કોઈ જાણ કરવામાં આવી નથી. જો કે રિલાયંસ કંપનીની અંદર-બહાર વધારી દેવાયેલ સિક્યુરીટી વ્યવસ્થા અંબાણી પરિવારની હયાતીની ગવાહી પૂરી રહી છે પરંતુ સતાવાર રીતે જાણવા મળ્યું નથી.
મુંબઈમાં કોરોનાના હાહાકારને પગલે હાલ રિલાયન્સ કંપનીના સર્વેસર્વા મુકેશ અંબાણી અને તેનો પરિવાર મુંબઈ છોડી જામનગરમાં કંપની ખાતે આવેલ નિવાસ્થાને લાંબા સમયથી આવી ગયો હોવાની વાતને લઈને ચર્ચાઓ જાગી છે. જો કે આ બાબતે કંપની સુત્રોએ કાઈ પણ કહ્યું નથી. સુત્રોનું માનવામાં આવે તો તાજેતરમાં મુંબઈ નિવાસ્થાન નજીકથી હથિયારો સાથેની કાર મળ્યા બાદ અને કોરોનાના સંક્રમણ બાદ અંબાણી પરિવાર અહી આવ્યો છે. બીજી તરફ કંપની અને ટાઉનશીપમાં પણ તાજેતરમાં સિક્યુરીટી વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે આ બાબત પણ અંબાણી પરિવારની ટાઉનશીપમાં હયાતી તરફ ઇસારો કરે છે. પરંતુ સતાવાર જાહેર કરાયું નથી.