જામનગર: કથિત પત્રકાર ટોળકી ગ્રામ્ય વિસ્તારમાં તોડ કરતી હોવાનો પર્દાફાશ

0
850

જામનગર: દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડામથક ખંભાળિયા ખાતેથી તાજેતરમાં પકડાયેલા એક નકલી ડેપ્યુટી કલેક્ટરનું પ્રકરણ હજુ તાજું છે ત્યાં આવી જ એક ઘટના જામનગર જિલ્લામાંથી સામે આવી છે. છેલ્લા કેટલાય દિવસથી જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કાર સાથે રખડતા કથિત પત્રકાર અને તેની સાથેની યુવતીઓ દ્વારા લોકોને સિસામાં ઉતારવામાં આવતા હોવાની વિગતો સામે આવી છે. પત્રકારના નામે વિડિઓ ઉતારી, વિડિઓ વાયરલ કરી દેવાનો ભય બતાવી ગ્રામજનોને સિસામાં ઉતારતો હોવાની વિગતો સામે આવી છે. ફલ્લા ગામના એક ખેડૂતને આવી રીતે ભય આપી ત્રણ હજાર રૂપિયા પડાવી લીધાની વિગતો સામે આવી છે. પોલીસે કથિત પત્રકાર સહિત મહિલાઓ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

જામનગર તાલુકા, ધ્રોલ અને જોડિયા તાલુકામાં છેલ્લા કેટલાય દિવસથી  ત્રણ-ચાર યુવતીઓ અને એક કથિત પત્રકાર શખ્સ કારમાં આંટાફેરા કરી રેતી માટી સહિતનું ઉત્ખનન કરતા ગ્રામજનોને રિપોર્ટિંગના  નામે ભય બતાવી રૂપિયા પડાવતા હોવાની વિગતો સામે આવી હતી. પોલીસ દ્વારા આ દિશામાં કાર્યવાહી કરવામાં આવી હતી. ગઈકાલે એક ગામમાં બનાવટી ચેકિંગ કરતી વખતે ગ્રામજનોને શંકા જતા આ શખ્સને આંતરિ લેવામાં આવ્યો હતો અને  પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી શખ્સની અટકાયત કરી છે  આ શખ્સ અન્ય  યુવતીઓ સાથે મળી પત્રકાર હોવાનો રોફ જમાવી, રિપોર્ટિંગ-વિડિઓ ઉતારી વાયરલ કરવાના બહાને ગ્રામજનો સાથે તોડ કરતો હોવાની વિગતો સામે આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રહેતા કથિત પત્રકાર પ્રવીણ કરસનભાઈ પરમાર અને જામનગર ખાતે રહેતા પુંજાભાઈ કમાભાઈ ચાવડા વૈશાલીબેન મનીષભાઈ ધામેચા જ્યોતિબેન હિંમતભાઈ મારકણા અને વીરૂબેન સવજીભાઈ પરમાર આ તમામ છેલ્લા કેટલાય દિવસથી એક કાર લઈ જામનગર પંથકમાં ગ્રામજનોને નિશાન બનાવતા હોવાની વિગતો સામે આવી છે ગત તારીખ 22મી માર્ચના રોજ ફલ્લા ગામે પોતાના ખેતરમાં ટ્રેક્ટરથી માટી નાખતા ભરતભાઈ દલસાણીયા નો આ શખ્સોએ વિડીયો ઉતારી લીધો હતો અને તેને વાયરલ કરવાનું કહી તેની પાસેથી બળજબરીથી ₹3,000 પડાવી લીધા ની વિગતો સામે આવી છે જેને લઇ પોલીસે આ ટોળકી સામે ફરિયાદ કરી છે અન્ય કેટલા ગ્રામજનોને આ ટોળકી એ નિશાન બનાવ્યા છે તેની તમામ વિગતો મેળવવા માટે પોલીસે તમામની ધરપકડ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here