જામનગર : એરલીફટ કરાયો ઓક્સિજન

0
1624

જામનગર:કોરોનાએ ચો-તરફ કાળો કહેર વર્તાવ્યો છે. દિવસે ને દિવસે દર્દીઓના અને મૃત્યુંના પ્રમાણમાં મોટો ઉછાળો આવી રહ્યો છે. જામનગર શહેર જિલ્લાની હાલત સતત કથળતી જાય છે. એક સર્વે મુજબ કોવિડ દર્દીઓને જરૂરી ઓક્સિજનનો જથ્થો ન મળતા મૃત્યુંનું પ્રમાણ વધ્યું છે. જો આ સર્વેને સત્ય માની લેવામાં આવે તો જામનગર શહેરમાં હજુ મૃત્યુંઆંક વધશે કારણ કે મોટાભાગના કોવિડ કેર સેન્ટરોમાં ઓક્સિજન ખૂટવાની અણી પર છે.

આ પરિસ્થિતિ વચ્ચે ગઇકાલે સાંજે એરફોર્સની ફેસબુક આઇ.ડી. પરથી સારા સમાચાર મળ્યા છે. એરફોર્સનું મહત્વકાંક્ષી સી-17 ગ્લોબ માસ્ટર ગઇકાલે ઓક્સિજનનો જથ્થો લઇ આવી પહોંચ્યું હતું. જયપુરથી જામનગર આ જથ્થો પહોંચાડવામાં આવ્યો છે. જો કે એરફોર્સ સુત્રોમાંથી આવી વિગતો સામે આવી નથી પરંતુ ફેસબુક પેઇઝ પર આ પ્રકારની વિગતો પ્રસારીત કરવામાં આવી છે. જામનગર આવેલ આ જથ્થો કયાં અને કોને વિતરણ કરવામાં આવશે ? એનો જવાબ આપવામાં તંત્રએ અસમર્થતા દર્શાવી છે. 

NO COMMENTS