જામનગર અપડેટ્સ : છેલ્લા છ મહિનામાં શિક્ષણ જગત સાથે સંકળાયેલ એવી ત્રણ ઘટનાઓ બની જેને લઈને સમગ્ર જીલ્લો સર્મશાર થયો છે. ચાર દિવસ પૂર્વે એક એવી ઘટના બની જેના કારણે જામનગર વધુ એક વખત બદનામ થયું છે. ગત માસમાં સામે આવેલ બળાત્કારની પાંચ ઘટનાઓ બાદ વધુ વખત બદનામી ભરી ઘટનાએ ચકચાર જગાવી છે. કાલાવડ તાલુકાના પાંચદેવડા ગામે સરકારી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા પ્રૌઢએ દસ વર્ષની બાળકી સાથે અડપલા કરતા પોલીસે આચાર્યની ધરપકડ કરી છે.
બે ગેંગ રેપ, ચાર બળાત્કાર સહિતની ઘટનાઓને લઈને જામનગર રાજયભરમાં બદનામ થયું હતું ત્યાં વધુ એક ઘટનાએ જિલ્લાને શર્મશાર કર્યો છે. જેની વિગત મુજબ, જીલ્લાના કાલાવડ તાલુકાના મોટા પાંચ દેવડા ગામે આવેલ સરકારી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા બાબુભાઈ નાથાભાઈ સંઘાણીએ હાલ શાળાઓ બંધ હોવાથી ગામના જ એક આસામીના મકાનમાં વિદ્યાર્થીઓને ભણવાનું શરુ કરાવ્યું હતું. દરમિયાન ગત તા. ૨૬મીના રોજ ભણાવી અન્ય વિદ્યાર્થીઓને રજા આપ્યા બાદ એક દસ વર્ષની બાળકીને રોકી રાખી આચાર્યએ અડપલા કર્યા હતા. તને સારા માર્કસ આપી પાસ કરી દઇસ એમ કહી શરીરના ભાગે હાથ ફેરવતા વિદ્યાર્થીની ગભરાઈ ગઈ હતી જેને લઈને કોઈને વાત કરીશ તો જાનથી મારી નાખીસ એવી ધમકી આપતા બાળકી મકાન બહાર નીકળી ગઈ હતી અને પરિવારને જાણ કરી હતી. ત્યારબાદ પરિવાર તાલુકા શિક્ષણાધિકારી અને બીઆરસીમાં આચાર્ય વિરુદ્ધ અરજી કરી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે આજે આચાર્યની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે ભારે ચકચાર જગાવી છે.