જામનગર: પાંચ લાખની ચોરી કરી ચોરે ચાવી જે તે જગ્યાએ મૂકી દીધી

0
837

જામનગરમાં લંઘાવાળના ઢાળિયા રહેતા અને ચા ની હોટલ ચલાવતા આસામીના ઘરમાંથી રૂપિયા પાંચ લાખની રોકડની ચોરી થઈ હોવાની ફરિયાદ પોલીસ નોંધાવો કરવામાં આવી છે. કબાટ ની તિજોરીમાં રાખેલા રૂપિયા કોઈ ચોરે તિજોરીની ચાવીથી જ ખોલી ચાવી જે તે જગ્યાએ પરત મૂકી દીધી હોવાનું સામે આવ્યું છે જેને લઈને ચોર જાણભેદુ હોવાની પોલીસે આશંકા જતાવી તપાસ હાથ ધરી છે.

જામનગર શહેરમાં માતવર ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. શહેરના રણજિત રોડ પર આવેલ રંગાવળના ઢાળિયા પાસે રહેતા હારુનભાઈ ઉર્ફે અલુ સુલેમાન આંબલીયાએ સીટી બી ડીવી પોલીસ સ્‍ટેશનમાં જાણીએ ચોર સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તારીખ 22મીના રોજ સવારે 11 વાગ્યાથી તા. 23મીના રોજ બપોરે સાડા ત્રણ વાગ્યાના ગાળા દરમિયાન કોઈ તસ્કરે ઘરમાં પ્રવેશ કરી, લોખંડનો કબાટ ખોલી, કબાટમા કપડા નીચે રાખેલ તીજોરીની ચાવી વડે તીજોરી ખોલી, તીજોરીમા પડેલ પર્સ કે જેમાં ૫૦૦ તથા ૨૦૦૦ ના દરની નોટો મળે કુલ રૂપીયા ૫,૦૦,૦૦૦ તથા  આધારકાર્ડ તેમજ પાનકાર્ડ સહિતનો ભરેલ મુદ્દામાલ ચોરી કરી લઈ ગયો હોવાનું જાહેર કર્યું છે.

પોતાની બાજુમાં રહેતા એક આસામીનું મકાન ચા ના વ્યવસાય હારુનભાઈને લેવું હતું અને વાત અંતિમ તબક્કામાં હતી જેથી તેઓએ તેના મિત્ર પાસેથી દોઢ-બે લાખની રકમ હાથ ઉછીતી  લીધી હતી અને અન્ય રકમ પોતાની પાસે હતી. એમ મળીને રૂપિયા પાંચ લાખની રકમ ઘરમાં રાખી હતી. તે રકમ ની ચોરી થઈ જતા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

તારીખ 22 મીના રોજ સાંજે આસામીના પત્ની દરગાહે સલામ ભરવા ગયા હતા અને પોતે ધંધામાં વ્યસ્ત હતા ત્યારે મકાનને ખાલી સ્ટોપ પર મારેલી હતી આ ગેરહાજરીનો લાભ ઉઠાવી કોઈ જાણ ભેદ તસ્કર જે જગ્યાએ તિજોરીની ચાવી રાખી હતી તે ચાવી વડે જ કબાટનું લોકર ખોલી, પૈસાની થેલી કાઢી,  તિજોરી પરત બંધ કરી આવી જે તે જગ્યાએ પરત ચાવું રાખી ચોરી કરી હોવાની વિગતો સામે આવી છે. જેને લઈને પોલીસે આ ચોરી જાણભેદુ સખસે કરી હોવાની શંકા દર્શાવી આ દિશામાં તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here