જામનગર: બ્રેકઅપ બાદ પ્રેમીએ પ્રેમિકાને કહ્યું હું તારા ફોટા વિડિઓ વાયરલ કરી દઈશ, પછી

0
878

કાચી ઉમરે થતો પ્રેમ હોય કે પછી એક તરફ પ્રેમ હોય, આ પ્રેમ સંબંધ હંમેશાં આફતને નોતરે છે. જામનગરમાં બે યુ વચ્ચે થયેલા પ્રેમ બાદ વીખવાદ થતા બંનેનું બ્રેકઅપ થયું. પુરુષ પ્રેમી તેની પ્રેમિકાના ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને સમાજમાં બદનામ કરવા તરફ આગળ વધ્યો, પરંતુ જરૂરિયાતના સમયે જ યુવતીએ અભયમની મદદ માગી અને મળવા આવેલા પ્રેમીને અભયમની ટીમે આંતરી લઈ, કાઉન્સેલિંગ કરી મામલો થાળે પાડ્યો,

આ કિસ્સો છે જામનગર શહેરનો, જ્યાં ચોક્કસ વિસ્તારમાં રહેતી એક યુવતીને એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાઈ છે, થોડો સમય પ્રેમાલાપ ચાલ્યા બાદ બંને વચ્ચે નાની નાની બાબતે વિખવાદ શરૂ થયા, એક સમય એવો આવ્યો કે યુવતીએ પ્રેમી સાથે સબંધ તોડી નાખ્યો, પ્રેમિકાએ સબંધ તોડી નાખતા પ્રેમી ધરાર સબંધ બનવવા માંગતો હતો, જેથી આ શખ્સે યુવતીને તેના ફોટા અને વીડિયો વાયરલ કરી કુટુંબ અને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી, જો આવું થાય તો સમાજમાં બદનામી થાય એવા ડર થી યુવતીએ યુવકને ડીકેવી કોલેજ સર્કલ પાસે બોલાવી 181 અભયમની મદદ માંગી હતી.

જેને લઈને જામનગર અભયમની ટીમના કાઉન્સેલર શીતલબેન સોલંકી પોલીસ કોન્સ્ટેબલ ગીતાબેન ધારવીયા તેમજ પાયલોટ સુરજીતસિંહ વાઘેલા ઘટના સ્થળ પર પહોંચી યુવતીને આશ્વાસન આપી, કુશળ કાઉન્સેલિંગ કરેલ ત્યારે તેમને જણાવેલ કે તેમને હવે યુવક સાથે કોઈ સંબંધ રાખવા નથી છતાં યુવક જબર જસ્તી સંબંધ રાખવા દબાણ કરે છે અને પીડિતા દ્વારા ના પાડતા ફોટા વિડિયો ફ્રેન્ડ તેમજ ફેમિલીને અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપે છે.

આજે યુવકે મળવા બોલાવે હોય દબાણ પૂર્વક તેથી મળવા જવાના હોવાથી મદદ ની જરૂર છે પરંતુ પીડિતા ને ડર હોય કે તેમને 181 અભયમ ટીમ ની મદદ લીધેલ છે તે વિશે યુવકને જાણ થઈ જશે તો તે આવશે નહીં અને ફોટો વિડીયો વાયરલ કરી નાખશે તેથી 181 અભયમ ટીમ દ્વારા સુજબુજ વાપરી 181 રેસ્કુય વાન દૂર ઊભી રાખી 181 ટીમ અલગ અલગ સ્થળ પર ગોઠવાઈ ગયેલ અને યુવક સ્થળ પર પહોંચતા જ યોગ્ય મોકો જોઈને પકડી પાડેલ અને કડક શબ્દોમાં કાયદાકીય સમજણ આપેલ તેમજ ફોન માંથી ફોટો વિડિયો ડીલીટ કરાવેલ અને ભવિષ્યમાં ક્યારેય યુવતી ને હેરાન ન કરવા કડક શબ્દોમાં સૂચન કરેલ ત્યારે યુવક દ્વારા પોતાની ભૂલ સ્વીકારેલ અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની પીડિતાને હેરાન ગતિ નહીં કરે તેવી ખાતરી આપેલ અને નબર ડિલીટ કરેલ તેમજ પીડિતા પાસે પોતાની ભૂલ સ્વીકારી માફી માગેલ તેથી પીડિતા આગળ કોઈ કાર્ય વાહી કરવા ઈચ્છતા ન હોય તેથી સમસ્યાનું નીરાકરણ સ્થળ પર જ લાવેલ, આમ 181 ટીમ દ્વારા શૂઝબુજ સાથે કરવામાં આવેલ ત્વરિત અસરકારક કામગીરીને લઈને 181 ટીમનો પીડિતા દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.

NO COMMENTS