જામનગર: તમારૂ બાળક ધોરણ એકમાં પ્રવેશને લાયક છે? RTEમાં પ્રવેશ પ્રક્રિયા

0
532

બાળકોને  મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-૨૦૦૯ તથા ૨૦૧૨ અન્વયે નબળા અને વંચિત જુથના બાળકોને ૨૫% મુજબ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો.૧(પહેલા)માં વિનામુલ્યે પ્રવેશ આપવા અંગેની કાર્યવાહી શરૂ કરવમાં આવેલ છે.

આર.ટી.ઇ. એક્ટ હેઠળ પ્રવેશ માટે બાળકના વાલીઓ http://rte.orpgujarat.com વેબસાઇટ પર તા. ૩૦-૦૩-૨૦૨૨ થી તા.૧૧-૦૪-૨૦૨૨ દરમ્યાન પ્રવેશ ફોર્મ ભરી શકશે.વાલીએ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો તેમજ આવક્નો દાખલો (લાગુ પડતો હોય ત્યાં) વગેરે ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઇન ભરેલ ફોર્મ કયાંય જમા કરાવવાનું રહેશે નહી.

આર.ટી.ઇ. હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂ.૧,૨૦,૦૦૦ અને શહેર વિસ્તારમાં રૂ.૧,૫૦,૦૦૦ની આવક મર્યાદા લાગુ પડશે. પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઇ પ્રવેશ આપવામાં આવશે. વિશેષ માહિતી માટે જિલ્લા કક્ષાના હેલ્પલાઇન નં.૦૨૮૮-૨૫૫૦૨૮૬ અને ૦૨૮૮-૨૫૫૦૨૨૧(PBX-324) તેમજ તાલુકા કક્ષાના હેલ્પલાઇન નંબર (૧) જામનગર ૦૨૮૮-૨૫૫૭૫૨૫, (૨) ધ્રોલ ૯૪૨૭૯૮૪૬૧૭ (૩) જોડીયા ૯૯૨૫૯૦૦૧૩ (૪) કાલાવડ ૯૮૭૯૨૪૫૯૮૯ (૫) લાલપુર ૯૪૨૬૦૪૯૭૨૯ (૬) જામજોધપુર ૦૨૮૯૮-૨૨૦૦૦૨ પર સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જામનગરની યાદીમાં જ્ણાવવામાં આવ્યુ છે.

NO COMMENTS