જામનગર : ચકચારી લુંટ-ધાડ પ્રકરણનો આરોપી બાર વર્ષે પકડાયો, આવો હતી વારદાત

0
814

જામનગર અપડેટ્સ : જામનગર જીલ્લાના કાલાવડ તાલુકા મથકે બાર વર્ષ પૂર્વે થયેલ લુંટ-ધાડ પ્રકરણમાં સંડોવાયેલ આરોપી આજે રાજકોટ નજીકથી પકડાયો છે. પેરોલ ફર્લો સ્કવોડે ટેકનીકલ એનાલીસીસના આધારે આરોપીના સગડ મેળવી પકડી પાડી કાલાવડ પોલીસને હવાલે કર્યો છે.

જામનગર જીલ્લામાં છેલ્લા એક માસના ગાળામાં પેરોલ ફર્લો સ્કવોડની ટીમે વર્ષો પૂર્વે ગંભીર ગુના આચરી નાસતા ફરતા આરોપીઓ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને અડધો ડઝન આરોપીઓને પકડી પાડ્યા છે. ત્યારે આ કામગીરી તહેવારોની મોષમમાં પણ અવિરત રાખી ફર્લો સ્કવોડે આજે ગંભીર ગુનાના વર્ષોથી નાસતા ફરતા એક આરોપીને પકડી પાડ્યો છે.

 વર્ષ ૨૦૦૮માં કાલાવડ ટાઉનમાં શ્રમિક સખ્સોએ એક આસામીને માર મારી સોનાનો સેટ, સોનાની બંગડી, સોનાની વીટી અને રોકડ સહિત રૂપિયા એકાદ લાખની મતાની લુંટ ચલાવી હતી. જે તે સમયે પોલીસે અમુક ધાડપાડું લુટારુઓને પકડી પાડ્યા હતા. આ પ્રકરણમાં આદિવાસી શ્રમિક સખ્સોની સંડોવણી ખુલી હતી. લુંટ અને ધાડ પ્રકારનામાં સંડોવાયેલ શકશો પૈકીનો વિનોદ નાનસિંગ મચ્છાર નામનો સખ્સ આજ દિવસ સુધી ફરાર રહ્યો હતો.

દરમિયાન જામનગર પેરોલ ફર્લો સ્કવોડએ ટેકનીકલ એનાલીસસનાં આધારે બાર વર્ષથી ફરાર આરોપીના સગલ  મેળવી લીધા હતા અને આજે રાજકોટ જીલ્લાના ઈશ્વરીયા ગામેથી આરોપીને પકડી પાડ્યો હતો. પેરોલ ફર્લો સ્કવોડે આરોપીને પકડી પાડી કાલાવડ પોલીસને હવાલે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આજે તહેવારના દિવસ પણ પેરોલ ફર્લો સ્કવોડે પોલીસ ધર્મ નિભાવી ફરજ અદા કરી છે.

NO COMMENTS