જામનગરમાં રોંગ સાઈડમાં દોડતો રીક્ષા બોલેરો સાથે અથડાયો, જુઓ વિડીઓ

0
754

જામનગર :જામનગરમાં ગઈ કાલે રાત્રે ખંભાલીયા રોડ પરના ઓવરબ્રીજ પર અકસ્માત સર્જાયો હતો. રોંગ સાઈડમાં પુર ઝડપે પસાર થતો રીક્ષા બોલેરો સાથે અથડાઈ જતા ગયો હતો. જેમાં રીક્ષા ચાલક સ્થળ પર જ બેસુધ્ધ થઇ ગયો હતો. આ બનાવનો લાઈવ વિડીયો વાયરલ થયો છે.

જામનગરમાં ગત મોડી રાત્રે એક અક્શ્માત સર્જાયો હતો. જેમાં શહેરના ખંભાલીયા રોડ પર આવેલ ઓવરબ્રીજ પર રોંગ સાઈડમાં પસાર થતો રીક્ષા સામેથી આવતી એક બોલેરો સાથે અથડાઈ પડી હતી. જેમાં રીક્ષા ચાલકને ગંભીર ઈજાઓ પહોચતા તેઓ બેસુધ્ધ થઇ ગયો હતો. આ સમગ્ર ઘટનાનો કોઈ વાહન ચાલકે વિડીઓ રેકોર્ડ કર્યો હતોં. આ વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસે હાલ રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ આ સમગ્ર ઘટનાનો વિડીયો જે વ્યક્તિએ ઉતાર્યો છે તે વ્યક્તિએ એક વાર પણ રીક્ષા ચાલકને રોંગ સાઈડમાં રીક્ષા ચલાવતા રોકયો ન હતો. જેને લઈને પણ જે તે વ્યક્તિ સામે ફિટકાર વર્ષી રહ્યો છે.

NO COMMENTS