જામવંથલી ગ્રામ પંચાયતના લાંચિયા સભ્યો… આ કામ માટે 3 લાખની લાંચ લીધી

0
716

જામનગર તાલુકાના વંથલી ગામેથી મોરબી એસીબીની ટીમે ગ્રામ પંચાયતના બે સભ્યોને પાવર પ્લાન્ટના એનઓસી કાઢી આપવા પેટે રૂ.3લાખની લાંચ લેતા ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર તાલુકાના વંથલી ગામે ગ્રામ પંચાયતના બે સભ્યોને એસીબીની ટીમે રૂ.3લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. જામવંથલી ગામે પાવર પ્લાન્ટ તૈયાર કરી આપવાનું કામ કરી આપતી કંપનીને એનઓસી આપવા માટે ગ્રામ પંચાયતના સભ્ય અર્જુનસિંહ રણવીરસિંહ જાડેજાએ રૂપિયા અઢી લાખ અને નાથાભાઇ ગોવિંદભાઇ ટોરીયાએ 50 હજારની લાંચની માંગણી કરતાં કંપનીના જાગૃત નાગરિકે એસીબીને જાણ કરી હતી. જેના આધારે એસીબીએ છટકુ ગોઠવી જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રાંગડા ગામના પાટીયા પાસે, હોટલ શિવશકિત નજીકથી બન્નેની ધરપકડ કરી છે. આ કાર્યવાહી મોરબી એસીબીના પોલીસ ઈન્સ્પેક્ટર પી.કે.ગઢવી દ્વારા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here