જામનગર: નગરનો યુવાન લુટેરી દુલ્હન અને દલાલ ટોળકીનો ભોગ બની ગયો

0
2005

જામનગર: જામનગરમાં કિશાન ચોક વિસ્તારમાં રહેતા અને વેપાર કરતા ભાનુસાલી યુવાન સાથે લગ્નના નામે છેતરપીંડી થયાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. બે દલાલ મહિલાઓએ દોઢ લાખ રૂપિયા લઇ મુંબઈની લુંટેરી દુલ્હન સાથે લગ્ન કરાવી યુવતીને ભગાડી દઈ છેતરપીંડી આચરી હોવાની વિગતો પોલીસમાં જાહેર થઇ છે. બે વર્ષ પૂર્વે મંદિરમાં લગ્ન થયાના દિવસે જ લુતેરી દુલ્હનને ફરવા લઇ ગયેલ યુવાનને ચકમો આપી તળાવની પાળેથી મહિલા રફ્ફૂચકર થઇ ગઈ હતી. ત્યારબાદ બે દલાલ મહિલાઓએ યુવતીને ઓળખતા જ ન હોવાનું જણાવી હાથ ખાખરી લીધા હતા.

જામનગરમાં કિશાન ચોક કબીર હાઉસ એપાર્ટમેન્ટ સામે રહેતા અને ડબ્બા પતરાની ફેરીનો વેપાર કરતા વિકીભાઇ પ્રવીણભાઇ નંદા નામના ૩૪ વર્ષીય લગ્ન વાંછું યુવાને પોતાના લગ્ન કરાવી આપવા માટે દલાલની ભૂમિકામાં રહેલ લાલવાળી વામ્બે આવાસમાં રહેતા સીલાબેન દિપકકુમાર મહેતા  અને સીમાબેન રાજેશકુમાર જોશી રહે.દિ.પ્લોટ-૫૮ વાળાઓને વાત કરી હતી. દરમિયાન બંને મહિલાઓએ મલાડ મુંબઈમાં રહેતી આરતી જગેશ્વર નરેન્દ્રભાઇ કોનેકર સાથે લગ્ન કરાવી દેવાનો વાયદો કરી યુવાન પાસેથી રૂપિયા દોઢ લાખ લઇ લીધા હતા. વર્ષ ૨૦૨૨માં બંને દલાલ મહિલાઓએ મુંબઈની લુટેરી દુલ્હન આરતીને જામનગર બોલાવી લઇ હવાઈ ચોક ખાતે એક મંદિરમાં બંનેના લગ્ન કરાવી દીધા હતા. વિકીભાઈએ આ લગ્નની નોંધ મહાનગરપાલિકાના લગ્ન નોંધણી શાખામાં પણ કરવી દીધી હતી.

તા. ૧૪/૧૧/૨૦૨૨ના રોજ લગ્ન થયા હતા તે જ દિવસે આરતીએ સાંજે ફરવા જવાનું કહેતા વીકી પોતાના સ્કુટર પર તળાવની પાળે ફરવા લઇ ગયો હતો. જ્યાં તેણીએ પોતાને સ્કુટરની ચક્કર મારવી છે એમ કહેતા વિકીએ પોતાના સ્કુટરની ચાવી આપી હતી. ત્યારબાદ યુવતી સ્કુટર હંકારી ચક્કર લગાવવા ગઈ હતી. લાંબો સમય બાદ પરત નહી ફરતા યુવાન આસાપુરા હોટેલ સુધી ગયો હતો જ્યાં સ્કુટર પાર્ક કરેલ મળી આવ્યું હતું. જ્યાં એક વ્યક્તિએ વિકીને જણાવ્યું હતું કે સ્કુટર લઇ આવેલ યુવતી પાર્ક કરી રીક્ષામાં બેસી ચાલી ગઈ છે. ત્યારબાદ બે ત્રણ દિવસ સુધી શોધખોળ કરતા તેણીનો કોઈ પતો લાગ્યો ન હતો. દરમિયાન યુવાને બંને દલાલ મહિલાઓનો સંપર્ક કરતા બંનેએ આવી કોઈ યુવતીને ઓળખતા ન હોવાનો ઉડાઉ જવાબ આપી ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. આ બનાવ અંગે સીટી એ ડીવીજન પોલીસે બંને દલાલ મહિલાઓએ અને લુંટેરી દુલ્હન સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

NO COMMENTS