જામનગર: ચંદ્રના ઉતર ધ્રુવ પર પહોચવામાં ભારતને મળેલ સફળતાને રંગોળીના રંગોથી દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જામનગરના જાણીતા રંગોલી સર્જક રિદ્ધિ શેઠ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાથે રાખી વિકાસની દિશામાં આગળ વધી રહેલ ભારતએ ચન્દ્ર પર ઉતરાણ કરવામાં મળેલ સફળતાને ચરિતાર્થ કરતી એક અનોખી રંગોળી તૈયાર કરી છે.
જામનગરના જાણીતા કલાકારે અનોખી રંગોળી બનાવી શહેરીજનો માટે પ્રદર્શની યોજી છે. જામનગરના વાલ્કેશ્વરી વિસ્તારમાં રહેતી રીધ્ધી શેઠને પેન્ટીંગનો શોખ હોવાથી દર વર્ષે સવિશેષ રંગોળી તૈયાર કરે છે. એક ફોટાને આબેહુબ રંગોળીના કલરથી દિવસો સુધીની કલાકોની મહેનત બાદ રંગોળી પૂર્ણ કરે છે. પ્રથમ રીતે જોતા એમ લાગે આ રંગોળીની પરંતુ પેન્ટીંગ છે. પરંતુ કલાકાર દ્રારા ખુબ બારીકાઈ પુર્વક કાળજીથી મહેનત બાદ આ રંગોળી તૈયાર કરવામાં આવી છે.. 12 દિવસના 7થી 8 કલાકની મહેનત બાદ આ 6 બાય 4 ની સાઈસની ખાસ રંગોળી તૈયાર કરવામાં આવી છે.. જેમાં વિવિધ રંગ અને તેના મિશ્રણનો ઉપયોગ કરીને રંગોળી તૈયાર કરવામાં આવી છે.. ફોટામાં દેખાતા સેડને રંગોળીમાં દર્શાવવા માટે ખુબ મહેનત અને સમય માંગી લે છે. જેના કારણે વધુ સમયમાં રંગોળી તૈયાર થઈ છે. વિશેષ રંગોળીને જોવા લોકો આવતા હોય છે.
ચંદ્રયાન-3ની લેન્ડિંગ સાથે ચંદ્ર પર ભારતનો સૂર્યોદય થયો હતો. દક્ષિણ ધ્રૂવ પર પહોંચનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે.આ સિદ્ધીનું સમગ્ર વિશ્વ સાક્ષી બન્યું. તારીખ ૨૩ ઓગસ્ટ ના દિવસે સાંજે ચંદ્ર પર ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમે સોફ્ટ લેન્ડિંગ કર્યું ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા અને કહ્યું હતું કે નિષ્ફળતામાંથી જ સફળતાની ચાવી મળે છે.
અંતરિક્ષમાં ભારતની આ ઐતિહાસિક ઉપલબ્ધિ ને વિષય વસ્તુ બનાવી ને દર વર્ષ ની જેમ રંગોળી કલાકાર રિદ્ધિ બેને અતિ વાસ્તવિક રંગોળી નું આલેખન કર્યું છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીજી ના નેતૃત્ત્વ હેઠળ મેળવેલી આ સફળતાનું આલેખન રંગોળી દ્વારા કરી કલાકાર રિદ્ધિ બહેને પોતાની આ અનોખી કલા દ્વારા ઈસરો સહિત દેશના તમામ વૈજ્ઞાનિકોને અને આ અભિયાનમાં ફાળો આપનાર દરેક વ્યક્તિને દિલો જાનથી શુભેચ્છા પાઠવી છે.
સામાન્ય ચિરોડી રંગો વડે લગભગ પંદર દિવસ અને કલાકોની મહેનત બાદ છ ફૂટ બાય ચાર ફૂટની આ રંગોળી આકાર પામી છે છેલ્લા લગભગ દસ- બાર વરસથી જામનગર ખાતે વિવિધ વિષયવસ્તુ પર રંગોળીના મારા સર્જનો ને આવકારવા બદલ હું લોકોની આભારી છું એમ રિદ્ધિ શેઠએ જણાવ્યું છે.