જામનગર : જીજી હોસ્પિટલમાં નોકરી કરી ઘરે જતી મહિલાકર્મીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ, કેમ ?

0
1151

જામનગર : જામનગરમાં જીજી હોસ્પિટલ સામે જ એક મોટર સાયકલે ઠોકર મારતા પોતાના ઘરે જતી જીજી હોસ્પિટલમાં નોકરી કરતી મહિલાને ઈજા પહોચી છે. અકસ્માત નીપજાવી બાઈક ચાલક નાશી ગયો હતો. જયારે ઘવાયેલ મહિલાને જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

G.G.Hospital
G.G.Hospital

જામનગરમાં જીજી હોસ્પીટલમાં નોકરી કરતા અને શહેના સ્વામીનારાયણ નગરમાં હાલાર હાઉસ પાછળ રહેતા કુલસુમબેન નુરમામદભાઈ કંઠીયા ઉવ ૫૦ ગઈ કાલે બપોરે ત્રણેક વાગ્યે જીજી પોતાની નોકરી પૂરી કરી પોતાનું જીજે ૧૦ સીડી ૮૭૦૬ નંબરનું મેસ્ત્રો મોટર સાયકલ લઇ ઘરે જવા નીકળ્યા હતા. દરમિયાન હોસ્પિટલનો ગેઇટ પસાર કરી પોલીસ ચોકી વાળા ગેઇટથી રસ્તા પર આવ્યા ત્યાં જ હિમતનગર રોડ તરફથી આવી ચડેલ એક મોટર સાયકલ ચાલકે બાઈકને જોરદાર ઠોકર મારી દીધી હતી. જેમાં તેણીને જમણા પગમાં ગોઠણથી નીચેના ભાગે ફ્રેકચર જેવી ઈજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જયારે અકસ્માત નીપજાવી બાઈક ચાલક નાશી ગયો હતો. સારવાર લીધા બાદ તેણીએ આરોપી બાઈક નમ્બર જીજે ૧૦ સીએફ ૮૨૭૩ નંબર વાળા ચાલક સામે સીટી બી ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બાઈક ચાલક સામે આઈપીસી કલમ ૨૭૯,૩૩૭,૩૩૮ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ  ફરિયાદ નોંધી શોધખોળ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here